- બેડલા ગામે વાછરડીનું દીપડાએ કર્યું મારણ
- સીમ વિસ્તારમાં દીપડાના ફૂટ પ્રિન્ટ દેખાયા
- દીપડાના ડરથી ખેડૂતોમાં પણ ફફડાટ
હાલમાં વિવિધ સ્થાનો પર દીપડા જોવા મળી રહ્યા છે. જેમાં હવે જંગલમાંથી બહાર જાહેર રસ્તા પર દીપડાના આંટાફેરાથી રાજકોટ શહેર અને જિલ્લાના લોકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રિના રાજકોટ તાલુકાના બેડલાં ગામે એક પાડરૂનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ગામલોકો દ્વારા વન વિભાગને જાણ કરી દીપડાને પાંજરે પૂરવા મદદ માગી છે.
આ અંગેની માહિતી અનુસાર, દીપડો ગત 22 ડિસેમ્બર 2023ના રોજ રાજકોટના હાર્દ સમા કાલાવડ રોડ પર રાત્રિના સમયે RPJ હોટલ નજીક રોડ ઓળંગતો જોવા મળ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને હવે આજે રાજકોટ શહેરી વિસ્તારમાંથી દીપડો રાજકોટ તાલુકા વિસ્તારમાં પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે
આ પછી હવે બેડલાં ગામે ગઈકાલે રાત્રિના રમેશભાઈ દેવરાજભાઈ બોદરની વાડીમાં દીપડાએ પાડરૂનું મારણ કર્યું હતું. જેને લઈ સરપંચ દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી અને દીપડાને પાંજરે પૂરવા મદદ માગી હતી. હાલ પાડરૂનું મારણ થતા ખેડૂતો તેમજ ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
નોંધનીય છેકે, છેલ્લા થોડાં દિવસોથી રાજકોટના શહેર અને જિલ્લા વિસ્તારોમાં દીપડો આંટાફેરા કરી રહ્યો છે અને વન વિભાગ તેને પકડવામાં નિષ્ફળ જઈ રહ્યું છે. એક તરફ લોકોમાં ભયનો માહોલ છે અને બીજી તરફ વન વિભાગ દીપડાની કોઈ પણ ખબર મળી રહી નથી. દીપડો રાજકોટ શહેરી વિસ્તારમાં લટાર લગાવતો જોવા મળી રહ્યો છે.


