- ડ્રાઈવિંગ કામ કરતા રઘુભાઈનું છાતીમાં દુખાવો થતા મોત થયુ
- ફ્રૂટ વેચતા યુવકનું જીપમાં બેઠા બેઠા હાર્ટ એટેકથી મોત
- કારખાનામાં કામ કરતા રમેશ અમિપરાનું મોત
રાજકોટમાં હાર્ટ એટેકથી 24 કલાકમાં 4ના મોત થયા છે. જેમાં ફ્રૂટ વેચતા યુવકનું જીપમાં બેઠા બેઠા હાર્ટ એટેકથી મોત થયુ છે. શાકભાજીના ફેરિયા મધુ સામંડનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તેમજ કારખાનામાં કામ કરતા રમેશ અમિપરાનું મોત પણ હાર્ટ એટેકથી થયુ છે.
ડ્રાઈવિંગ કામ કરતા રઘુભાઈનું છાતીમાં દુખાવો થતા મોત થયુ
ડ્રાઈવિંગ કામ કરતા રઘુભાઈનું છાતીમાં દુખાવો થતા મોત થયુ છે. જેમાં રાજકોટમાં હાર્ટ એટેકથી છેલ્લા 24 કલાકમાં 4 લોકોના જીવ ગયા છે. જેમાં ફ્રૂટ વેચવા આવેલા કાંતિલાલ મેઘવાળ નામના યુવાનનું જીપમાં બેઠા બેઠા મોત થયુ છે. શાકભાજીની ફેરી કરનાર મધુભાઈ સામંડનું હ્રદય બેસી ગયું હતુ. તેમજ કારખાનામાં કામ કરતા રમેશભાઈ અમિપરા નામના પ્રોઢનું બેભાન થઈ જતા મોત થયું છે. તથા ડ્રાઈવિંગ કામ કરતા રઘુભાઈને છાતીમાં દુખાવો ઉપડતા મોત નિપજ્યું છે.
ચાર લોકોના છેલ્લા 24 કલાકમાં હ્રદય બંધ પડી જતા મોત
ચાર લોકોના છેલ્લા 24 કલાકમાં હ્રદય બંધ પડી જતા મોત થયા છે. સૌપ્રથમ જો કોઈ કારણ હોય તો તે છે આપણો અનિયમિત આહાર અને જીવન શૈલી. જેના કારણે સતત કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે. બીજુ કારણ કામ અથવા અન્ય કોઈ રીતે આપણે સતત સ્ટ્રેસમાં રહેતા હોવાના કારણે હાર્ટ એટેક આવે છે. જેમા માનસિક તણાવયુક્ત જીવનશૈલીના કારણે હાર્ટ એટેક આવવાની સંભાવના રહે છે.


