વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગર દેખાવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. આજે ફરી એકવાર સરસવણી ગામે રહેણાંક વિસ્તારની નજીક મગર જોવા મળ્યો હતો.
ગ્રામ્ય વિસ્તારોમાં મગર દેખાવાની ઘટના
પાદરા તાલુકાનું સરસવણી ગામના તળાવ નજીક આવેલો રહેણાંક વિસ્તારમાં આજે ગામના તળાવ નજીકના રહેણાંક વિસ્તારમાં અચાનક એક મગર આવી ચડ્યો હતો, જેને કારણે સમગ્ર ગામમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં મગરના વારંવાર આવવાથી લોકોમાં જીવનું જોખમ રહેવાની ભીતિ છે.
જીવદયા ટીમ દ્વારા રેસ્ક્યુ
સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ થતાં જ પ્રાણી જીવ રક્ષક સંસ્થાની ટીમ તાત્કાલિક સરસવણી ગામે પહોંચી ગઈ હતી. ટીમે સંપૂર્ણ સાવધાનીપૂર્વક કામગીરી હાથ ધરી હતી અને મગરને કોઈ નુકસાન ન થાય તે રીતે તેને સફળતાપૂર્વક કાબૂમાં લીધો હતો. મગરને પકડ્યા બાદ તેને જરૂરી કાર્યવાહી માટે વન વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો છે, જેઓ તેને તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે છોડશે. સ્થાનિક લોકોએ સંબંધિત વન વિભાગ અને તંત્રને એવી માંગ કરી છે કે ગ્રામ્ય વિસ્તારમાં મગરના પ્રવેશને રોકવા માટે કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી લોકો ભયમુક્ત થઈને રહી શકે.
આ પણ વાંચો: SBI ઉચાપત કેસ, 1.93 કરોડની ઉચાપત કરનાર કેશિયર ઓડિશાથી ઝડપાયો


