લીવરની સમસ્યાઓ ફક્ત પેટ, આંખો કે ત્વચા પર જ નહી પણ તમારા પગ પર પણ દેખાશે. લીવરના સ્વાસ્થ્યનો સંકેત આપનારા પ્રથમ સંકેતમાં પગ સૌથી આગળ હોય છે. પગમાં ખંજવાળ આવવી, સોજા આવવા અને થાક લાગવા જેવા લક્ષણો દેખાવા લાગે છે. આને સમયસર ઓળખી જવા જોઇએ. જેના કારણે મોટા રોગોથી બચી શકાય છે. સારવાર દરમિયાન મોટી આફત રોકી શકાય છે.
પગમાં સતત સોજા આવવા
પગમાં સતત સોજો આવવાથી ચિંતા વધી શકે છે. જ્યારે લીવર યોગ્ય રીતે કામ કરતું નથી. ત્યારે શરીરમાં પ્રવાહી એકઠું થવા લાગે છે. જેના કારણે પગ અને ઘૂંટીઓમાં સોજા આવવા લાગે છે. આ સોજો ધીમે ધીમે વધે છે અને સવારથી સાંજ સુધી ચાલુ રહે છે. પગની ત્વચા પર ખંજવાળ આવે છે. જ્યારે લીવરને નુકસાન થાય છે. ત્યારે ત્વચામાં ખંજવાળ અનુભવાય છે. ખાસ કરીને પગ અને હથેળીઓ પર. આ ખંજવાળ કોઈ ફોલ્લાઓ વિના પણ આવતી હોય છે. પગમાં નસો ફૂલી જવાથી પણ તબીબ સારવાર માટે પહેલ કરી શકાય છે. લીવર રોગમાં, રક્ત પ્રવાહ પ્રભાવિત થાય છે. જેના કારણે પગમાં વાદળી અથવા જાંબલી નસો દેખાવા લાગે છે. તે પાતળા જાળા જેવા દેખાય છે અને દુખાવો પણ કરી શકે છે.
રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવી
પગમાં થાક અને ભારેપણું લીવર ફેલ્યોરના કિસ્સામાં શરીરમાં ઝેરી તત્વો એકઠા થવા લાગે છે. જેના કારણે સ્નાયુઓ નબળા પડી જાય છે. સવારથી જ પગમાં ભારેપણું, નબળાઈ અને થાક અનુભવાય છે. પગની ત્વચા પીળી પડી જાય છે. જો લીવરને નુકસાન થઈ રહ્યું હોય તો શરીરમાં બિલીરૂબિન વધી જાય છે. જેના કારણે ત્વચા કાળા અને પીળા રંગની દેખાવા લાગે છે. પગની ત્વચાનો અસામાન્ય રંગ તેની શરૂઆતની નિશાની હોઈ શકે છે. પગ પર વારંવાર ઘા પડે છે. નબળું લીવર રોગપ્રતિકારક શક્તિને પણ નબળી પાડે છે. આનાથી પગ પર વારંવાર ફોલ્લા, ઘા અથવા ચેપ થઈ શકે છે જે ઝડપથી મટતા નથી.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.