ફૂટબોલની વૈશ્વિક સંચાલક સંસ્થા ફિફા ચાલુ વર્ષે અમેરિકામાં રમાનારા ક્લબ ફૂટબોલમાં ભાગ લેનારી ટીમોને કુલ એક અબજ ડોલર એટલે કે લગભગ 8,700 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની આપશે.
આ રકમ છેલ્લા મેન્સ તથા વિમેન્સ વર્લ્ડ કપમાં અપાયેલી રકમ કરતાં ઘણી વધારે છે. ફિફાએ 32 ટીમોની આ ટૂર્નામેન્ટની પ્રથમ સિઝન માટેની નાણાકીય બાબતોનો કોઈ ખુલાસો કર્યો નથી. આ ઇવેન્ટ પ્રત્યેક ચાર વર્ષે રમાય છે પરંતુ ફિફાએ તાજેતરના સપ્તાહોમાં એક બ્રોડ કાસ્ટર તથા પ્રમુખ સ્પોન્સર્સ સાથે કરાર કરી લીધો છે. બ્રિટિશ સ્ટ્રિમિંગ સેવા ડીએઝેડએનને ડિસેમ્બરમાં રમાનારી આ ટૂર્નામેન્ટ માટે વૈશ્વિક અધિકાર આપવામાં આવ્યા છે અને તેની કિંમત લગભગ એક બિલિયન યૂરો (1.05 બિલિયન ડોલર) જેટલી છે. કતાર ખાતે 2022માં રમાયેલા મેન્સ ફિફા વર્લ્ડ કપ માટે કુલ ઇનામી રકમ ૪૪0 મિલિયન ડોલર્સની હતી. આ પહેલાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં રમાયેલા 2023ના વિમેન્સ વર્લ્ડ કપ માટે 110 મિલિયન ડોલરની રકમ હતી. આ સિઝનની યુઇએફએ ચેમ્પિયન્સ લીગમાં (36 ક્લબોની નવી ફોર્મેટ મુજબ) સામેલ ક્લબોને કુલ 2.૪7 બિલિયન યૂરો (2.66 બિલિયન ડોલર)નું પેમેન્ટ કરવામાં આવશે. ફિફા દ્વારા ટૂર્નામેન્ટનો વિસ્તાર વધારવા અંગે આકરી ટીકાઓ થઇ છે જેમાં યુરોપમાંથી વધારે હતી. કેટલાક પ્લેયર્સની હેલ્થ અંગે પ્રશ્નાર્થ કરી રહ્યા છે. આ ટૂર્નામેન્ટમાં યુરોપની 12, સાઉથ અમેરિકાની છ તથા એશિયા, આફ્રિકા, તથા નોર્ધન અમેરિકાની ચાર-ચાર ટીમો ભાગ લેશે. ઓકલેન્ડ સિટી તથા લાયોનલ મેસ્સીની ઇન્ટર માયામી ટીમ લાઇનઅપને પૂરી કરશે. કેટલીક ક્લબોએ આ ઇવેન્ટને ખેલાડીઓ માટે સકારાત્મક તરીકે પણ ગણાવી છે. અમેરિકાના 11 શહેરના 12 વેન્યૂમાં આ ક્લબ વર્લ્ડ કપ રમાડવામાં આવશે.


