- સ્થાનિકોની રજૂઆત બાદ મામલતદારે રસ્તા મામલે કાર્યવાહી કરતા અકસ્માત ઘટશે
- ઘણા સમયથી મોટા ઝાડી ઝાંખરા ઉગી નિકળતા રોડ માત્ર દેખાવા પુરતો જ હતો
- ત્યાંથી પસાર થતા વાહનચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડતો હતો
ભાભર રાધનપુર રોડ પર છેલ્લા ઘણા સમયથી ઝાડી ઝાંખરા ઉગી નિકળતાં ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ભાભર રાધનપુર રોડ સર્વે નંબર 183માં આવેલ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તેમજ ન્યાય મંદિર જવાના રોડ પર ઘણા સમયથી મોટા ઝાડી ઝાંખરા ઉગી નિકળતા રોડ માત્ર દેખાવા પુરતો જ હતો.અને રોડ પર વર્ષોથી ઉગેલા ઝાડી ઝાંખરાને કારણે રોડ નહી પણ જાણે જંગલ હોય તેવું દેખાતું હતું.જેના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડતો હતો.ઉપરોક્ત કચેરીઓમાં કામકાજ અર્થ આવતા લોકો અને પદાધિકારીઓ સહિત વાહન ચાલકોને હેરાન-પરેશાન થઇ ગયા હતા. મુશ્કેલી બાબતે ભાભર મામલતદાર આર. એમ. ચૌધરીને ધ્યાને આવતા તેમના દ્વારા ભાભર નગરપાલિકા, વન વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન સહયોગ કરી જેસીબી મશીન અને મજુરો દ્વારા ઝાડી ઝાંખરા હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


