- કેન્દ્રીય કેબિનેટે વચગાળાના બજેટ 2024 ને મંજૂરી આપી
- સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસને મજબૂત કર્યુ
- છઠ્ઠું બજેટ છે અને મોદી સરકારના બીજા કાર્યકાળમાં છેલ્લું
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું અને આશા વ્યક્ત કરી કે, કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી સારી નીતિઓ અને કામ ભાજપને સતત ત્રીજી વખત સત્તામાં પાછા ફરવામાં મદદ કરશે. લોકસભાને સંબોધતા કેન્દ્રીય નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, આપણા યુવાનો દેશની ઉચ્ચ આકાંક્ષાઓ છે, તેનો અમને ગર્વ છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશા અને વિશ્વાસ છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે, અમારી સરકાર તેના શાનદાર કાર્યને આધારે ફરીથી આશીર્વાદ આપશે.
સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના તેના વિઝનને મજબૂત બનાવ્યું
તેમણેએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે છેલ્લા 10 વર્ષોમાં 25 કરોડ લોકોને બહુઆયામી ગરીબીમાંથી બહાર આવવામાં મદદ કરી છે. તેમજ વધુમાં નાણામંત્રીએ કહ્યું, બીજા કાર્યકાળમાં, અમારી સરકારે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના તેના વિઝનને મજબૂત બનાવ્યું છે.
કેન્દ્રીય કેબિનેટે વચગાળાના બજેટ 2024 ને મંજૂરી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે વચગાળાના બજેટ 2024 ને મંજૂરી આપી હતી. જે ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે. PM મોદીએ સંસદમાં વચગાળાના બજેટની રજૂઆત પહેલાં કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલું આ છઠ્ઠું બજેટ છે અને મોદી સરકારના બીજા કાર્યકાળમાં છેલ્લું છે. વચગાળાનું બજેટ લોકસભાની ચૂંટણી પછી સરકાર રચાય ત્યાં સુધી વચ્ચેના સમયગાળાની નાણાકીય જરૂરિયાતોનું ધ્યાન રાખશે.
ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના રેકોર્ડની બરોબરી કરી
સંસદના બજેટ સત્રની શરૂઆત બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધતા સાથે કરી હતી. સીતારમણે ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના રેકોર્ડની બરોબરી કરી હતી, જેમણે નાણા પ્રધાન તરીકે 1959 અને 1964 વચ્ચે પાંચ વાર્ષિક બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.


