હાલોલ શહેરના ઓડ ફળિયામાં આવેલા એક બંધ મકાનમાં આગ લાગવાની ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ મકાન ભરચક વિસ્તારમાં આવેલું હોવાથી તાત્કાલિક કાર્યવાહીની જરૂર હતી. ઘટનાની જાણ થતાં જ હાલોલ નગરપાલિકાના ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ટીમે યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
મકાનમાં આગ લાગતા મચી અફરા-તફરી
હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે મકાનની અંદર ગેસના બોટલો હતા. ફાયરની ટીમે અત્યંત સાવચેતી સાથે આ ગેસ સિલિન્ડરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેતાં કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થતાં ટળી ગઈ હતી. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


