- 3 લોકો ઘાયલ થયા હોવાની મળી જાણકારી
- પોલીસે શંકાસ્પદ હુમલાખોરની કારનો પીછો કર્યો
- શંકાસ્પદની કાર ખાડામાં પડતા નીપજ્યું મોત
અમેરિકાના કેંટકીમાં શનિવારે એક ઘરમાં થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે ગોળી ચલાવનાર શકાસ્પદ પાછળથી તેના ઘરેથી ભાગી જતાં માર્યો ગયો હતો. તેણે કહ્યું કે પોલીસે શંકાસ્પદ હુમલાખોરની કારનો પીછો કર્યો અને આ દરમિયાન શંકાસ્પદની કાર ખાડામાં પડી ગઈ, જેના કારણે તેનું મોત થઈ ગયું.
7 લોકોને વાગી હતી ગોળી
મળતી માહિતિ અનુસાર જ્યારે પોલીસ સવારે 2.50 વાગ્યે ફ્લોરેન્સમાં એક ઘરમાં પહોંચી ત્યારે સાત લોકોને ગોળી વાગી હતી. તેમણે જણાવ્યું કે ચાર લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે ત્રણ લોકોને ગંભીર હાલતમાં સિનસિનાટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શંકાસ્પદની કાર ખાડામાં પડી હતી
પોલીસે જણાવ્યું કે ભાગતી વખતે શંકાસ્પદની કાર રોડ છોડીને ખાડામાં પડી હતી. માલેરીએ જણાવ્યું કે ઘરના માલિકના પુત્રના જન્મદિવસની પાર્ટી માટે લોકો અહીં એકઠા થયા હતા. આ ફાયરિંગમાં ઘરના માલિકે જીવ ગુમાવ્યો હતો. રિપોર્ટ અનુસાર તપાસ દરમિયાન એવું લાગે છે કે 20 વર્ષનો શંકાસ્પદ પાર્ટીમાં આવનાર લોકોને પહેલાથી જ ઓળખતો હતો, પરંતુ તેને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
મારી સંવેદના પીડિતો સાથે છે
મેલેરીએ કહ્યું કે હું જાણું છું કે દેશભરમાં શું ચાલી રહ્યું છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે ફ્લોરેન્સમાં સામૂહિક ગોળીબાર થયો છે. તે ખૂબ જ લાગણીશીલ છે. મારા વિચારો પીડિતો, તેમના પરિવારો, પ્રતિસાદ આપનારા અધિકારીઓ આ પરિસ્થિતિથી પ્રભાવિત દરેક માટે છે.


