- રામમંદિરના સોનાના દરવાજાની પહેલી તસવીર આવી સામે
- રામલલાના ગર્ભગૃહનો મુખ્ય પ્રવેશ દ્વાર છે સોનેથી મઢેલો
- 44 દરવાજામાંથી કુલ 14 દરવાજા હશે સોને મઢેલા
અયોધ્યા રામમંદિર નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યુ છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ મંદિર ભવ્ય અને દિવ્ય હશે. મંદિર 3 માળનું છે. આ ઉપરાંત રામલલ્લા સિવાય પાંચ દેવતાઓના પણ મંદિરો બનાવવામાં આવનાર છે. ખૂબ જ વિશાળ આ મંદિર ખરેખર અદભૂત હશે. ત્યારે રામમંદિરમાં પ્રથમ સોનાના દરવાજાની તસવીર સામે આવી છે. રામમંદિરના ગર્ભગૃહનો દરવાજો સોનેથી મઢેલો છે.
ગર્ભગૃહનો મુખ્ય દરવાજો સોનાનો
આ દરવાજો રામ લાલાના ગર્ભગૃહનો મુખ્ય દરવાજો છે. મળતી માહિતી મુજબ આગામી ત્રણ દિવસમાં આવા 13 વધુ દરવાજા લગાવવામાં આવશે. રામ મંદિરમાં સ્થાપિત આ પહેલો દરવાજો હજાર કિલોની કિંમતની સોનાની પ્લેટીંગથી બનેલો છે.સોનાના દરવાજા લગાવવા પર પુરજોશમાં કામ ચાલી રહ્યું છે.
30 દરવાજા ચાંદીના અને 14 સોને મઢેલા
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે રામલલાના મંદિરમાં 44 દરવાજા હશે, જેમાંથી 14 દરવાજા સોનાથી મઢેલા હશે. આ સાથે 30 દરવાજા ચાંદીથી કોટેડ કરવામાં આવશે. ભગવાન રામલલાના સિંહાસનને પણ ચાંદીથી મઢેલુ છે. એટલે કે ભગવાન રામ લલા જ્યાં બેસશે તે સિંહાસન ચાંદીના લેયરથી બનાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે દિર નિર્માણ કાર્યમાં ગર્ભગૃહ સંપૂર્ણપણે તૈયાર છે અને પ્રથમ માળનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે.
કોતરણીવાળા છે દરવાજા
મહત્વનું છે કે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં કોતરણીવાળા દરવાજા લગાવવામાં આવી રહ્યા છે. દરવાજા પર, વિષ્ણુનું કમળ, ભવ્યતાનું પ્રતીક ગજ એટલે કે હાથી, અને શુભેચ્છા અને સ્વાગત મુદ્રામાં દેવીનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. શ્રી રામ મંદિરના દરવાજા પ્રાચીન સાગના વૃક્ષોથી બનેલા છે. સોમવારે 3.22 મિનિટે પહેલો દરવાજો લગાવવામાં આવ્યો હતો. હવે આ અઠવાડિયે
તમામ દરવાજા લગાવવામાં આવશે.


