નિશા જોબનપુત્રા અને પ્રિયા અઢિયા દ્વારા અનોખું આયોજન
સુરતના રૂપલ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા
આજકાલ સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુઅન્ઝરનો વ્યાપ ખૂબ વધ્યો છે.જે લોકો ઇન્ફ્લુઅન્ઝર તરીકે સફળ થાય છે તેને લોકો સેલિબ્રિટીની જેમ માન સમ્માન આપે છે.આવા જ સુરતના એક લોકપ્રિય ઇન્ફ્લુઅન્ઝર રૂપલ શાહ રાજકોટની મુલાકાતે આવ્યા હતા.હીર ડિઝાઇનર શો ના નિશા જોબનપુત્રા અને બ્લીંગ ડિસ્પ્લે સ્પેસના પ્રિયા અઢિયા દ્વારા રાજકોટમાં સહુ પ્રથમ વખત ઇન્ફ્લુઅન્ઝર મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમનું આયોજન બ્લીંગ ગેલેરી ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ સુરતના લોકપ્રિય ઇન્ફ્લુઅન્ઝર રૂપલ શાહ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.રાજકોટના ઇન્ફ્લુઅન્ઝર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એકબીજાના વિચારોનું આદન પ્રદાન કરવાનો અને એકબીજાને મદદરૂપ થવાનો હતો.ઉપસ્થિત રૂપલ શાહ પાસેથી સોશિયલ મીડિયામાં કઈ રીતે આગળ વધવું તેનું માર્ગદર્શન મેળવ્યું હતું.અનેક બિઝનેસ વુમન પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.સોશિયલ મીડિયા કઈ રીતે બિઝનેસ વધારવા ઉપયોગી થઇ શકે તેની ટિપ્સ પણ આપી હતી.
રૂપલ શાહે કોરોના સમયમાં પોતાનું ઇન્સ્ટા એકાઉન્ટ ખોલ્યા બાદ હળવાશમાં જ રીલ મુકવાનું શરૂ કર્યું હતું,પરંતુ લોકોનો અપ્રતિમ પ્રતિસાદ મળ્યો.આજે તેમની ખૂબ લોકપ્રિયતા છે.મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે.પોતાનો અનુભવ શેર કરતા તેઓએ જણાવ્યું હતું કે
જો તમે ઇન્ફ્લુએન્સર છો તો અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.તેઓએ જણાવ્યું હતું કે સતત પોસ્ટ કરતા રહો દિવસમાં ત્રણથી ચાર પોસ્ટ અવશ્ય મૂકો.રીલ બનાવો ત્યારે તેના પર કૈક લખો,તેના વિશે લખશો તો લોકોને તે જોવું ગમે છે.કોઈ પણ રિલને ઓછા વ્યુઝ આવે તો ચિંતા ન કરો,બીજી રીલ માં વધુ આવશે.તમારા ફોલોઅર કઈ રીતે રિસ્પોન્સ કરે છે તેના ઉપર પણ ઘણો આધાર છે.
આમ ઘણી નવી માહિતી તેઓએ આપી હતી.
રાજકોટના ઇન્ફ્લુઅંસરે પણ તેઓ સાથે રીલ બનાવવાની તક ઝડપી લીધી હતી સેલ્ફી ફોટોગ્રાફસ અને હાઈ ટી લઈ સહુ છૂટા પડ્યા હતા.
કાર્યક્રમમાં કનેક્ટ રાજકોટના સપના જટાનીયા, એંકર ઋષાલી સગાલા, ભક્તિ પોપટ,શ્રીના વાછાણી, રિંકલ પટેલ,દિશા પટેલ,ભૂમિ મયડ,ડોલી,નકુમ,સીનીયા કોટક,શ્વેતા કોઠારી,રિદ્ધિ સોનપલ,માનસી આંબલીયા વગેરે હાજર રહ્યા હતા