- મોડી રાત્રે અજાણ્યા શખ્સો તળાવમાંથી માછલી ચોરી કરતા
- જીવદયા પ્રેમીઓએ 500થી વધુ માછલીઓને બચાવી
- શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી કરવા માગ ઉઠી
બનાસકાંઠાના ઢીમાના તળાવમાંથી માછલીની ચોરી થઇ છે. જેમાં યાત્રાધામ ઢીમાના માંદેળા તળાવમાંથી માછલી ચોરી થઇ રહી છે. તેમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સો તળાવમાંથી માછલી ચોરી કરી રહ્યાં છે. જીવદયા પ્રેમીઓએ 500થી વધુ માછલીઓને બચાવી છે. તેમજ શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરવા માગ ઉઠી છે.
તળાવમાંથી માછલી ચોરીના રેકેટનો પર્દાફાશ થયો
યાત્રાધામ ઢીમાના માંદેળા તળાવમાંથી માછલી ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં જીવ દયા પ્રેમીઓએ 500 થી વધુ માછલીયો માછીમારોની જાળમાંથી બચાવી છે. મોડી રાત્રે અજાણ્યા શખ્સઓ તળાવમાં જાળ પાથરી માછલીઓની ચોરી કરી રહ્યા હતા. જેમાં ઘટનાની જાણ થતા ગ્રામજનોએ એકઠા થઇ માછીમારી રોકાવી માછલીઓના જીવ બચાવ્યા છે. તથા તંત્રને જાણ કર્યા વિના માછલીઓના જીવ સાથે ખિલવાડ કરી રહેલા શખ્સઓ સામે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. તેમજ તંત્ર દ્વારા આવા શખ્સઓને ઝડપી લઇ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.
ઘોડાસર તળાવમાં જાળ નાખી માછલીઓ પકડવાનૌ કૌભાંડનો પર્દાફાશ
અગાઉ અમદાવાદના ઘોડાસર તળાવમાં જાળ નાખી માછલીઓ પકડવાનૌ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મોડી રાતે તળાવની લાઈટો બંધ કરીને કેટલાક શખ્સો તળાવમાં જાળ નાખી માછલીઓ પકડતા હતા. આ કરતૂતમાં તળાવનો સિક્યોરિટી ગાર્ડ પણ સામેલ હતો. સ્થાનિક યુવાનોએ વોચ રાખીને વહેલી સવારે અજવાળું થાય તે પહેલા માછલી પકડતા શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી માછલી પકડવાની જાળી અને રીક્ષા સહિતનો મુદ્દામાલ પણ ઝડપ્યો હતો.


