- રોજ 5 કીમી દોડવાનું અને પુશ અપ કરવાનું ધ્યેય નક્કી કરો
- ફિટનેસ રૂટિનમાં યોગ, સાઈકલિંગ, સ્વિમિંગ વગેરેનો સમાવેશ કરો
- હળવી કસરતથી વર્કઆઉટની શરૂઆત કરો અને ધીરે ધીરે સમય વધારો
જો તમે ઓવરવેટથી પરેશાન છો તો તમે અનેક વાર વિચાર્યું હશે કે તમે તમારું વજન ઓછું કરો. તમે અનેકવાર તેને માટેના પ્રયાસ પણ કર્યા હશે.પણ કેટલાક કારણોસર તમે આ કામમાં સફળતા મેળવી શક્યા નથી. તો હવે નવા વર્ષે તમે સૌથી પહેલા તમારી ફિટનેસ પર ધ્યાન આપો. જો તમે કેટલીક નાની વાતોને લાઈફસ્ટાઈલમાં સામેલ કરી લેશો તો તમે સરળતાથી તમારી ફિટનેસ પર ધ્યાન આપી શકશો અને તેનાથી તમને ફિટ અને હેલ્ધી રહેવામાં પણ મદદ મળશે. તો જાણો શું કરવું અને કેવી રીતે કરવું.
ધ્યેય નક્કી કરો
સૌ પ્રથમ તમારે સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરવું જરૂરી છે. જેમ કે તમારે 30 મિનિટમાં 5 કિમી દોડવાનું લક્ષ્ય રાખવું જોઈએ અથવા સતત 10 પુશ-અપ્સ કરવા જોઈએ. તમારા આ ધ્યેયને કાગળ પર લખો અને તમારા વર્કઆઉટને સતત ટ્રેક કરતા રહો.
કોઈ મિત્ર સાથે વર્કઆઉટ કરો
જો તમારી સાથે વર્કઆઉટ કરવા માટે કોઈ હશે, તો તે તમને વધુ પ્રેરણા મળશે. એવી કોઈ વ્યક્તિ શોધો જે તમારા જેવા જ લક્ષ્યો ધરાવતી હોય. જેથી તમે રોજ એકસાથે વર્કઆઉટ કરી શકો. આ તમારા વર્કઆઉટને ખૂબ જ રોમાંચક બનાવશે.
અલગ-અલગ વસ્તુઓ ટ્રાય કરો
ફિટનેસ રૂટિનમાં એકસરખી કસરત કરવાને બદલે વિવિધ પ્રકારની એક્સરસાઇઝનો સમાવેશ કરો, જેથી તમે કંટાળી ન જાવ. આ માટે તમે ફિટનેસ રૂટિનમાં યોગ, સાઇકલિંગ, સ્વિમિંગ અને વેઇટલિફ્ટિંગનો પણ સમાવેશ કરી શકો છો.
ઓછી કસરતથી શરૂઆત કરો
શરૂઆતમાં ભારે વર્કઆઉટ કરવાને બદલે નાની વસ્તુઓથી શરૂઆત કરવી કરવી જોઈએ. શરૂઆતમાં 15 થી 20 મિનિટ જ વર્કઆઉટ કરો. આ પછી તમે વર્કઆઉટનો સમય વધારી શકો છો. આમ કરવાથી તમને જલ્દી થાક પણ નહીં લાગે અને તમે લાંબા સમય સુધી તેને કન્ટીન્યૂ કરી શકશો.
પોતાને ગિફ્ટ આપો
જ્યારે પણ તમે કોઈપણ પ્રકારના ફિટનેસ ધ્યેયને પૂર્ણ કરો છો ત્યારે પોતાને પુરસ્કાર આપો. આમ કરવાથી તમારી પ્રેરણામાં વધારો થશે. તમે પોતાને માટે ફિટનેસ સંબંધિત કેટલાક ગેજેટ્સ પણ ખરીદી શકો છો.
તમારી પ્રગતિને ટ્રક કરો
તમારા ફોનમાં એવી કેટલીક એપ્સ ઇન્સ્ટોલ કરો, જેથી કરીને તમે તમારી ફિટનેસને ટ્રેક કરી શકો. આમ કરવાથી તમે જાણી શકો કે તમે જે મહેનત કરી રહ્યા છો તેનું ફળ મળે છે કે નહીં.
રિકવરીને પ્રાધાન્ય આપો
ફિટનેસ પ્રવાસ દરમિયાન આરામ અને રિકવરી ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી તેને અવગણશો નહીં. કસરતની સાથે આરામ પણ જરૂરી છે માટે અઠવાડિયામાં 1 દિવસ આરામ કરો. જેના કારણે શરીર થાકશે નહીં અને સાથે જ તમારી ફિટનેસ પણ જળવાઈ રહેશે.
પ્રોફેશનલ્સની મદદ લો
જો તમને ખબર નથી કે તમારી ફિટનેસ જર્ની કેવી રીતે શરૂ કરવી, તો તમારે ફિટનેસ પ્રોફેશનલ્સ અને પર્સનલ ટ્રેનર્સની મદદ લેવી જરૂરી છે. તમારા માટે ફિટનેસ પ્લાન બનાવો અને વર્કઆઉટ કરવાની ટેકનિક શીખો. આમ કરવાથી તમે સરળતાથી તમારી નવી જર્ની શરૂ કરી શકશો અને જલ્દી જ ફિટ અને હેલ્ધી બનશો.