By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Flashback 2025: વર્ષ 2025ના એવા 10 મોટા રાજકીય વિવાદો, જેણે સૌ કોઇનું ધ્યાન ખેંચ્યુ……
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Flashback 2025: વર્ષ 2025ના એવા 10 મોટા રાજકીય વિવાદો, જેણે સૌ કોઇનું ધ્યાન ખેંચ્યુ……

AgraGujarat Rajkot
Last updated: 2025/12/23 at 7:50 AM
3 months ago
Share
Flashback 2025: વર્ષ 2025ના એવા 10 મોટા રાજકીય વિવાદો, જેણે સૌ કોઇનું ધ્યાન ખેંચ્યુ……
SHARE

વર્ષ 2025માં અનેક એવાં મુદ્દાઓએ પક્ષ-વિપક્ષ આમને સામને આવી ગયા હતા. એસઆઇઆરથી લઇને નીતિશ કુમારનો હિજાબ વિવાદ કે પછી રાહુલ ગાંધીના વિદેશની ધરતી પરથી ભારત વિરોધી નિવેદનો જેણે સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ.

1. SIR અને ઘુસણખોરોનો મુદ્દો

ટાઇમલાઇનઃ જાન્યુઆરી-ડિસેમ્બર 2025

શું થયુ?

2025ની શરૂઆતમાં ચૂંટણી આયોગે અનેક રાજ્યોમાં special intensive revision (SIR)ની પ્રક્રિયા શરૂ કરી. આ આખા વર્ષનો રાજકીય મુદ્દો બન્યો. ખાસ કરીને બિહાર ચૂંટણીમાં અને ત્યાર બાદ અન્ય રાજ્યોમાં. સરકાર અને ભાજપા નેતાઓનું કહેવુ હતુ કે આનો હેતુ નકલી મતદારો અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના નામ દૂર કરવાનો હતો.

મુખ્ય નિવેદન

ભાજપના નેતાઓનો દાવોઃ મતદાર યાદીમાં ઘુસણખોરોના નામ છે, લોકશાહીને શુદ્ધ કરવી જરૂરી છે.

વિપક્ષ (કોંગ્રેસ, સપા, આરજેડી) SIRના નામે ગરીબો, દલિતો અને લઘુમતીઓના મત કાપવામાં આવી રહ્યા છે.

મોટો મુદ્દો કેમ બન્યો?

લોકશાહી અને રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચે સીધો સંઘર્ષ.

ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર રાષ્ટ્રીય ચર્ચા

2.લાલુ પરિવારનો વિવાદ

ટાઇમલાઇનઃ જાન્યુઆરી-નવેમ્બર 2025

શું થયું?

2025ની શરૂઆતમાં લાલુ પ્રસાદ યાદવે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને RJD માંથી હાંકી કાઢ્યા, જે પરિવારની સંપત્તિ અને રાજકીય વારસાથી વિદાય સૂચવે છે.

શા માટે ઉભો થયો વિવાદ?

તેજ પ્રતાપ યાદવે આને અપમાન ગણાવ્યું અને ખુલ્લેઆમ બળવો કર્યો.તેમણે જાહેર કર્યુ, હું કોઇની જાગીર નથી, મારા રાજકીય નિર્ણયો જનતા નક્કી કરશે. ત્યાર બાદ તેમણે એક અલગ પક્ષ બનાવવાનો અને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો, જોકે તેઓ ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા.

વાર્તા અહીં અટકી નહોતી….

ચૂંટણી પછી સૌથી મોટો ભાવનાત્મક વળાંક આવ્યો. લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય અચનાક પોતાના પિતાથી દૂર થઇ ગઇ.તેણે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ્સ શેર કરી જેમાં

પરિવારમાં અન્યાય

માનસિક વેદના

અને સત્તા માટે સંબંધોનું બલિદાન આપવાના ગંભીર આરોપોના સંકેતો હતા, કોઇના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો, પરંતુ લક્ષ્યો સ્પષ્ટ હતા.

શા માટે મહત્વપૂર્ણ?

 કારણ કે આ વિવાદ દર્શાવે છે કે સત્તાના રાજકારણમાં પરિવારો પણ બચી શકતા નથી.

3. RG Kar Medical કેસ અને બંગાળ વિરુદ્ધ કેન્દ્ર

ટાઇમલાઇનઃ ફેબ્રુઆરી-એપ્રિલ 2025

શું થયું?

કોલકાતાના RG Kar Medical કોલેજમાં વિદ્યાર્થીનીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો.આ મામલો કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ઘર્ષણમાં પરીણમ્યો. કેન્દ્રીય એજન્સીઓએ તપાસ શરૂ કરી અને હોસ્પિટલ, વહીવટી અધિકારીઓની પૂછપરછ કરી. ભાજપના નેતાઓએ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા.

મમતા બેનર્જીનું નિવેદનઃ દિલ્હીથી બંગાળને નિયંત્રિત કરવામા પ્રયાસો થઇ રહ્યા છે. આ સંઘીય માળખા પર હુમલો છે.

ભાજપનો વળતો પ્રહારઃ રાજ્ય સરકાર અરાજકતા ફેલાવવા છૂટ આપી રહી છે, રાષ્ટ્રપતિ શાસન છેલ્લો વિકલ્પ હોઇ શકે છે.

શા માટે મહત્વપૂર્ણ?

રાજ્યોના અધિકારો વિરુદ્ધ કેન્દ્રની સત્તા

રાષ્ટ્રપતિ શાસનના ડરથી રાજકારણ ગરમાયું

4. રાહુલ ગાંધીએ વિદેશમાં આપેલા નિવેદનો, ટુ ઇન્ડિયા થિયરી

ટાઇમલાઇનઃ ફેબ્રુઆરી-સપ્ટેમ્બર 2025

શું થયું?

 રાહુલ ગાંધીએ ભારતમાં બે પ્રકારના નાગરિક હોવાની વાત કરી.

વિદેશમાં લોકશાહી અને સંસ્થાઓ પર પ્રશ્ન ઉઠાવ્યા

શા માટે વિવાદ?

ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ભારતની છબી ખરાબ કરી રહ્યા છે.

એનડીએ નેતાઓએ તેને એન્ટી નેશનલ નેરેટિવ ગણાવી.

રાજકીય અસર?

રાહુલ વિપક્ષનો મુખ્ય ચહેરો બની ગયા.

શહેરી યુવાનો કોંગ્રેસને ટેકો આપે છે, પરંતુ રાષ્ટ્રવાદના મુદ્દા પર ઘેરાયેલા છે.

ભાજપનો જવાબઃ વિદેશમાં ભારતની છબી ખરાબ કરવી એ રાજદ્રોહ છે.

રાહુલનો જવાબઃ સત્ય બોલવું એ રાજદ્રોહ નથી.

5.’I Love Muhammad’VS ‘I Love Mahadev’ યોગી સરકાર

ટાઇમલાઇનઃ માર્ચ-ઓગસ્ટ 2025

શું થયું?

ઉત્તરપ્રદેશમાં જાહેર સ્થળોએ આઇ લવ મોહમ્મદ અને આઇ લવ મહાદેવ જેવા ધાર્મિક સૂત્રો અને પોસ્ટરો દેખાયા, વહીવટી તંત્રએ તેમને દૂર કર્યા અને કાર્યવાહી કરી. જેનાથી રાજકીય ચર્ચા શરૂ થઇ.

શા માટે વિવાદ થયો?

વિપક્ષે આ કાર્યવાહીને ધાર્મિક ભેદભાવ ગણાવી હતી.જ્યારે સરકારી સમર્થકોએ કહ્યુ હતું કે સાંપ્રદાયિક તણાવ અટકાવવા માટે આ જરૂરી હતું.

યોગી સરકારનું વલણઃ સીએમ યોગી આદિત્યનાથ- ‘કાયદા-વ્યવસ્થાથી ઉપર કોઇ નારો નથી’

શા માટે મહત્વપૂર્ણ?

આ વિવાદ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને રાજ્ય સત્તા વચ્ચેની રેખા પર મોટો સવાલ ઉભો કરે છે.

6. વક્ફ બિલ વિવાદ

ટાઇમલાઇનઃ એપ્રિલ-જૂન 2025

શું થયું ?

સરકારે વક્ફ મિલકતોના સંચાલનમાં સુધારા માટે એક નવું બિલ રજૂ કર્યુ. આ બિલનો હેતુ દુરૂપયોગ અટકાવવા અને પારદર્શિતા વધારવાનો છે. મુસ્લિમ સંગઠનો અને વિપક્ષે આ બિલને ધાર્મિક સંસ્થાઓમાં સરકારી દખલગીરી ગણાવીને ટીકા કરી હતી.

વિવાદ કેમ વધ્યો?

સમર્થકોઃ આ બિલ વક્ફ મિલકતોના દુરૂપયોગને અટકાવશે.

વિરોધીઓઃ સરકાર ધર્મમાં દખલ કરી રહી છે.

મીડિયા અને સોશિયલ મીડિયા પર આ ચર્ચા વધુ તીવ્ર બની અને ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા.

સરકારનો જવાબઃ વક્ફ મિલકતોનું રક્ષણ કરવામાં આવશે અને તેને પારદર્શક બનાવવામાં આવશે.

શા માટે મહત્વપૂર્ણ?

લઘુમતી અધિકારો વિરુદ્ધ વહીવટી નિયંત્રણ.

7. જાતિગત જનગણના

ટાઇમલાઇનઃ એપ્રિલ-ઓક્ટોબર 2025

શું થયું?

ઘણા રાજ્યોએ 2025માં જાતિગત વસ્તી ગણતરીની માંગણીને વધુ તીવ્ર બનાવી છે અને દલીલ કરી છે કે જૂનો ડેટા વર્તમાન સામાજિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતો નથી. કેન્દ્ર સરકારે જવાબ આપ્યો કે વ્યાપક રાજકીય અને સામાજિક સર્વસંમતિ જરૂરી છે.

સર્મથકોની દલીલઃ સર્મથકો કહે છે કે સચોટ ડેટા વિના સામાજિક ન્યાય અને સમાન નીતિ શક્ય નથી.

વિરોધ શા માટે?

વિરોધીઓ માને છે કે જાતિ આધારિત ગણતરી સમાજને વધુ વિભાજીત કરશે અને ઓળખની રાજનીતિને વધુ તીવ્ર બનાવશે.

શા માટે મહત્વપૂર્ણ?

કારણકે આ મુદ્દો અનામત, કલ્યાણકારી યોજનાઓ અને ભવિષ્યની નીતિઓની દિશા સીધી રીતે નક્કી કરે છે.

8. અપશબ્દ વાળી રાજનીતિ નિવેદન અને જવાબ

ટાઇમલાઇનઃ જૂન-નવેમ્બર 2025

શું થયુ?

દરભંગામાં રાહુલ ગાંધીના મતાધિકાર અભિયાન દરમિયાન, કેટલાક કોંગ્રેસ કાર્યકરોએ પીએમ મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા પર અપશબ્દો બોલ્યા. જેનો વીડિયો વાયરલ થયો હતો.

કેમ વિવાદ વધ્યો?

સ્ટેજ પર રાહુલ, પ્રિયંકા અને તેજસ્વીના પોસ્ટર હતા. ભાજપે આને રાજકીય શિષ્ટાચારનો ભંગ ગણાવ્યો અને FIR દાખલ કરી.

મોદીનો જવાબઃ મારી માતાને ગાળો આપીને મને નબળો પાડી નહીં શકાય.

શા માટે મહત્વપૂર્ણ?

 ચૂંટણી રાજકારણમાં ભાષા અને લોકશાહી સંસ્કૃતિનું ગૌરવ જાળવવું મહત્વપૂર્ણ છે.

9. મનરેગા બિલથી VB GRAMG સુધીની કહાની

ટાઇમલાઇનઃ ડિસેમ્બર 2025

શું થયું?

કેન્દ્ર સરકારે મનરેગા માટે માળખાકીય ફેરફારો અને નવા નામ કે મોડેલની માગ કરી છે. વિપક્ષે સરકાર પર ગ્રામીણ ગરીબો માટેની સૌથી મોટી યોજનાને નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે.

પ્રિયંકા ગાંધીનું નિવેદનઃ નામ બદલવાનો આ ક્રેઝ મને બિલકુલ સમજાતો નથી….

સરકારનું વલણઃ નવી સિસ્ટમ પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારશે.

શા માટે મહત્વપૂર્ણ?

ગ્રામીણ ભારત વિરુદ્ધ શહેરી નીતિ

રોજગાર અને સ્થળાંતરનો પ્રશ્ન

10. નીતિશ કુમાર-હિજાબ વિવાદ

ટાઇમલાઇનઃ ડિસેમ્બર 2025

શું થયું?

બિહારમાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન હિજાબ પહેરેલી મહિલા ડોક્ટરનો વીડિયો વાયરલ થયો હતો. આરોપ લાગ્યા હતા કે નીતિશ કુમારે તેનો હિજાબ હટાવ્યો હતો.

વિપક્ષનો આરોપઃ આ મુસ્લિમ મહિલાઓના ગૌરવ અને ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો છે.

સામાજિક સંગઠનો અને કેટલાક રાજકીય પક્ષોએ તેને મહિલાઓના અધિકારો અને ધર્મની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો.

નીતિશ કુમારનું વલણઃ મારો હેતુ કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.

શા માટે મહત્વપૂર્ણ?

ધાર્મિક સ્વતંત્રતા અને મહિલાઓના અધિકારો

બિનસાંપ્રદાયિક રાજકારણની પરીક્ષા

આ પણ વાંચોઃ વર્ષ 2025માં પૈસાથી જોડાયેલા આ 5 મોટાં નિયમ લાગુ, જેણે તમારાં ખિસ્સા પર પાડી સીધી અસર…..

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
રાજકોટ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Editor By Editor 14 hours ago
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પાછળ માનસિક શારીરિક ત્રાસ કારણભૂત
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?