ભારતીય ક્રિકેટર્સના રિટાયરમેન્ટનો સિલસિલો આ વર્ષે 2025માં પણ જોવા મળ્યો હતો. એક બાદ એક અનેક ભારતીય ખેલાડીઓએ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જેમાં કેટલાક દિગ્ગજોના પણ નામ હતા. આ વર્ષે ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓ તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે. તેમજ રોહિત શર્મા અને વિરાટ કોલીએ 2 ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે.
રોહિત શર્માએ બે ફોર્મેટમાંથી સંન્યાસ લીધો
ભારતની ટેસ્ટ અને ટી20 ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ ટી20 વર્લ્ડકપ 2024 જીત્યાબાદ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા રોહિત શર્માએ 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સંન્યાસ લીધો હતો.
વિરાટ કોહલીએ બે ફોર્મેટમાંથી સંન્યાસ લીધો
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ ટી20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. વિરાટ કોહલીએ પણ ટી20 વર્લ્ડકપ 2024 બાદ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. રોહિતના ટેસ્ટ સંન્યાસના 5 દિવલ બાદ 1 2મેના રોજ આ ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.
ચેતેશ્વર પુજારાએ તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો
ચેતેશ્વર પુજારાએ 24 ઓગસ્ટના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. પુજારાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાહેરાત કરી હતી. પુજારાએ ભારત માટે છેલ્લી વનડે મેચ જૂન 2014માં રમી હતી. પુજારાએ જૂન 2023માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.
અમિત મિશ્રાએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
ભારતીય બોલર અમિત મિશ્રાએ 4 સપ્ટેમ્બરના રોજ ટેસ્ટ, ODI અને T20 સહિત તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અમિત મિશ્રાએ ભારત માટે છેલ્લી ODI ઓક્ટોબર 2016ના રોજ, છેલ્લી ટેસ્ટ ડિસેમ્બર 2016ના રોજ અને છેલ્લી ટી20 ઈન્ટરનેશનલ મેચ 2017માં રમી હતી. પરંતુ ટીમ ઈન્ડિયામાંથી લાંબા સમય બહાર રહેવાના કારણે અમિત મિશ્રાએ 2025માં સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
મોહિત શર્માએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
મોહિતે તેની પત્નીનો પણ તેની સફરના ઉતાર-ચઢાવમાં તેને ટેકો આપવા બદલ આભાર માન્યો અને ભવિષ્યમાં રમતમાં કંઈક યોગદાન આપવાની આશા વ્યક્ત કરી. મોહિતની કારકિર્દી 2011 માં શરૂ થઈ હતી જ્યારે તેણે હરિયાણા માટે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 2013માં ODI ફોર્મેટ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તે MS ધોનીની કેપ્ટનશીપ હેઠળ થોડા સમય માટે ODI ટીમનો મુખ્ય સભ્ય હતો. આ સમય દરમિયાન, તે 2015 ના વર્લ્ડ કપમાં ભારતીય બોલિંગ આક્રમણનો મુખ્ય આધારસ્તંભ હતો, તેણે ટુર્નામેન્ટમાં 13 વિકેટ લીધી હતી.મોહિત શર્માએ 3 ડિસેમ્બરના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે.


