વર્ષ 2025 ના Google સર્ચ ટ્રેન્ડ્સ પર નજર નાખતા જાણવા મળે છે કે, આ વર્ષે ઇન્ટરનેટ પર ફૂડ, ચિંતા અને આધ્યાત્મિકતાનો પ્રભાવ રહ્યો છે. ભારતમાં રેસિપી સર્ચમાં ઇડલી એ ચાર્ટ પર ટોચનું સ્થાન મેળવ્યું, જે દર્શાવે છે કે લાખો ભારતીયો સંપૂર્ણ આથોવાળી ઇડલી બનાવવાની ગુરુચાવી શોધી રહ્યા હતા. ઇડલીની સાથે મોદક, ઠેકુઆ અને ઉગાદી પચડી જેવી તહેવારોની અને પ્રાદેશિક વાનગીઓ પણ ટ્રેન્ડિંગમાં રહી છે.
“earthquake near me” પ્રથમ ક્રમે
બીજી તરફ, દેશની માનસિક સ્થિતિ દર્શાવતા Near Me સર્ચમાં “earthquake near me” પ્રથમ ક્રમે રહ્યું, જે ભારતીયોમાં ભૂકંપની ચિંતા અને સુરક્ષા પ્રત્યેની સજાગતાને ઉજાગર કરે છે. આ યાદીમાં હવા ગુણવત્તા (Air Quality) અને શિવ મંદિરો પણ સામેલ હતા, જે ચિંતા અને આધ્યાત્મિક આશ્વાસન વચ્ચેનો તાલમેલ દર્શાવે છે.
બેંગ્લોરનું લાલબાગ બોટનિકલ ગાર્ડન વિશ્વના સૌથી વધુ સર્ચ થયેલા બોટનિકલ ગાર્ડન્સમાંનું એક બન્યું,
પ્રવાસન ક્ષેત્રની વાત કરીએ તો, મહાકુંભ મેળો માત્ર ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલું પ્રવાસન સ્થળ જ નહીં, પરંતુ 2025ની સૌથી વધુ સર્ચ થયેલી સમાચાર ઇવેન્ટ પણ બન્યો. આનાથી સ્પષ્ટ થાય છે કે, ગમે તેટલી વૈશ્વિકતા આવે, ભારતમાં આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવાસનું મહત્વ અકબંધ રહ્યું છે. વૈશ્વિક ફૂડ ટ્રેન્ડ્સમાં, હોટ હની (Hot Honey) રેસિપી સર્ચમાં વિશ્વભરમાં પ્રથમ ક્રમે રહી, જે મસાલા અને મીઠાશના સર્જનાત્મક સંયોજનો તરફ વૈશ્વિક ઝોક બતાવે છે. આ ઉપરાંત, Google Maps પર જાણવા મળ્યું કે, બેંગ્લોરનું લાલબાગ બોટનિકલ ગાર્ડન વિશ્વના સૌથી વધુ સર્ચ થયેલા બોટનિકલ ગાર્ડન્સમાંનું એક બન્યું, જે ભારતની સુંદરતાને વૈશ્વિક સ્તરે લઈ ગયું છે.
મુખ્ય ટ્રેન્ડિંગ ટોપિક્સ
સૌથી વધુ સર્ચ થયેલી રેસિપી: સમગ્ર ભારતમાં ઇડલીની રેસિપી ટોચ પર રહી
- Near Me સર્ચ: લોકોએ સૌથી વધુ “earthquake near me” સર્ચ કર્યું, જે ચિંતાની સ્થિતિ દર્શાવે છે.
- સૌથી વધુ સર્ચ થયેલું પ્રવાસન સ્થળ: મહાકુંભ મેળો (Maha Kumbh Mela) ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલું પ્રવાસન સ્થળ અને ન્યૂઝ ઇવેન્ટ બન્યું
- વૈશ્વિક ફૂડ ટ્રેન્ડ: સમગ્ર વિશ્વમાં હોટ હની (Hot Honey) ની રેસિપી સૌથી વધુ સર્ચ થઈ છે.
- વૈશ્વિક ગૌરવ: બેંગ્લોરનું લાલબાગ બોટનિકલ ગાર્ડન વિશ્વના સૌથી વધુ સર્ચ થયેલા બોટનિકલ ગાર્ડન્સમાં સ્થાન પામ્યું છે.
- અન્ય ટ્રેન્ડિંગ રેસિપી: પોર્નસ્ટાર માર્ટીની, મોદક, ઠેકુઆ, અને ઉગાદી પચડી જેવી વાનગીઓ પણ ભારતમાં લોકપ્રિય રહી.
- અન્ય ‘નજીકમાં’ સર્ચ: હવાની ગુણવત્તા (Air Quality) અને શિવ મંદિરો પણ ટોપ 10 ‘Near Me’ સર્ચમાં સામેલ છે.
આ પણ વાંચો – ભારતીય વિરાંગનાઓએ બનાવ્યા છે આ વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્યો, જુઓ Photos


