- રાજકોટ, સુરેન્દ્રનગર, ડીસામાં 14 ડિગ્રી તાપમાન
- અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ
- 2 દિવસ બાદ તાપમાન 1 ડિગ્રી ઊંચકાઈ શકે છે
રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળે છે. જેમાં 9 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર બન્યુ છે. કંડલામાં 13, ભુજમાં 15 ડિગ્રી, રાજકોટ, સુરેન્દ્રનગર, ડીસામાં 14 ડિગ્રી તાપમાન છે. પાટનગર ગાંધીનગરમાં પણ 14 ડિગ્રી તાપમાન થયુ છે.
અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ છે
અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જેમાં પોરબંદર, કેશોદ, મહુવામાં 15 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમાં વડોદરા, દમણ અને વલ્લભ વિદ્યાનગરમાં 16 ડિગ્રી સાથે સુરત અને વલસાડમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યમાં ભર શિયાળે ઠંડીની સિઝનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. જેના કારણે ગરમીમાં વધારો જોવા મળી શકે છે. આ સાથે જ 2 દિવસ બાદ તાપમાન 1 ડિગ્રી ઊંચકાઈ શકે છે.
રાજ્યમાં પવનની દિશામાં ફેરફાર જોવા મળી રહ્યો છે
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, રાજ્યમાં પવનની દિશામાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં પવન ઉત્તરથી ઉત્તર પૂર્વ હોવાથી ઠંડી ઘટી રહી છે. તેમજ પૂર્વ તરફથી આવતા પવનના કારણે ભેજ આવશે. જેની સાથે જ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રાજ્યના ઘણાં શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. જેના કારણે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે તાપમાન સામાન્ય રહેશે. જેની સાથે જ ઠંડકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.


