- વિસ્તરણ રેન્જ અધિકારી, સ્ટાફે 2 લોકોને ઝડપી લીધા
- માળીના છાપરીયામાં ધાબા પરથી ઝડપાયા
- વન વિભાગે દોરીના રીલ કબ્જે લઈ કાર્યવાહી કરી
સાંબરકાંઠામાં ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતા દંડ થયો છે. જેમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા રૂપિયા 10 હજારનો દંડ થયો છે. વિસ્તરણ રેન્જ અધિકારી, સ્ટાફે 2ને ઝડપી લીધા છે. તેમાં માળીના છાપરીયામાં ધાબા પરથી લોકો ઝડપાયા છે.
રેન્જ અધિકારી અને સ્ટાફે બે લોકોને ઝડપી લીધા
વન વિભાગે દોરીના રીલ કબ્જે લઈ કાર્યવાહી કરી છે. તેમાં ચાઈના દોરીથી પતંગ ચગાવવા માટે રૂ 10 હજાર દંડ ભરવો પડયો છે. તેમાં હિંમતનગરમાં ચાઈના દોરીથી પતંગ ચગાવતા બે લોકોને ઝડપી લીધા છે. હિંમતનગરના વિસ્તરણ રેન્જ અધિકારી અને સ્ટાફે બે લોકોને ઝડપી લીધા છે. હિંમતનગરના માળીના છાપરીયા વિસ્તારમાં ધાબા પરથી બે જણા ઝડપાતા અન્ય લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ચાઈના દોરીના ત્રણ રીલ કબજે લઈને કાર્યવાહી કરી
ચાઈના દોરીથી પતંગ ચાગાવતા બે યુવાનોને વન વિભાગે ઝડપી લીધા છે. જેમાં ચાઈના દોરીથી પતંગ ચગાવતા બે પાસેથી રૂપિયા 10 હજાર દંડ વસુલવામાં આવ્યો છે. વન વિભાગે ચાઈના દોરીના ત્રણ રીલ કબજે લઈને કાર્યવાહી કરી છે.


