રાજકોટની એક સહકારી સંસ્થાનું એક જુનુ હાડપીંજર પ્રકાશમા આવ્યુ છે. આપણે ત્યાં લોકો દુધ દેતી ગાયને ગૌ માતા કહે. દુધનો વેપાર કરનારા લોકો વળી ગૌપ્રેમી પણ હોય. છતાં ગાયોના ચારા માટેના નાણા હડપ કરવામાં કોઇ આભડછેટ ન હોય. ગૌ પ્રેમ એટલે માત્ર કતલખાને ધકેલાતી ગાયને બચાવવામાં નથી. ગાયોનું સંવર્ધન કરવુ અને ગાયોનું સંવર્ધન કરતાં માલધારીઓને તેની મહેનતનું પુરતું વળતર મળે તેમાં પણ છે. પરંતુ એવુ નથી. દુધના વેપારમાં મલાઇ તારવવાનું નહિ ચુકતાં લોકો માલધારીઓના ભાગની મલાઇ પણ તારવી લ્યે છે.
તાજેતરમાં એક સહકારી સંસ્થામાં ચાર મહારથીઓની ચોકડીએ એવો જ ખેલ પાડયો હોવાનું ચર્ચાઇ રહયુ છે. આવી વાતો અન્ડર ટેબલ હોય એટલે કદી બહાર નહિ આવે.પણ બે અધિકારી એક સહકારી અગ્રણી અને એક રાજકારણીએ એક ડીલમાં 3૦ કરોડનો કડદો કરી લીધાની વાતો સહકારી વર્તુળમાં વહેતી થઇ છે. બે અધિકારીમાં એક સહકારી સંસ્થાનો અધિકારી અને એક સંસ્થાનો અધિકારી મલાઇનો ભાગીદાર હોવાનું કહેવાય છે. જયારે બે રાજકારણીમાં એક રાજકારણમાંથી હાલ ફુલ ટાઇમ સહકારમાં વ્યસ્ત રહેતાં યુવા નેતા અને બીજા સૌરાષ્ટ્રમાં હાલ મહત્વની જવાબદારી સંભાળતાં સંગઠનના નેતાની વાતો છાના ખુણે થાય છે. ચોકડીએ પોતાના કદ મુજબ મલાઇ લઇ લીધી હોવાનું કહેવાય છે. આ ચારમાંથી એક અધિકારી તો હાલ રાજકોટ પણ છોડી ગયા છે.
રાજકોટના સહકારી વિશ્વમાં છેલ્લા થોડા સમયથી આ નેતાને માટુ રાહુકાળ ચાલી રહયો છે. તાજેતરની ચૂંટણીમા તેમની સામે હાઇકમાન્ડના નિકટના એક નેતાએ ઉમેદવાર મૂકી તેમને પડકાર્યા હતાં. તેમને છેલ્લા થોડા સમયથી રાજય કે કેન્દ્રમાં કોઇ સતા મળતી નથી. આવા સંજોગોમાં સહકારી સંસ્થામાં તેમના કૌભાંડો બહાર આવશે તો મજબુત વારસાને પાયામાં જ ઉધઇ લાગશે.
રૂપાલા રાજકોટ આવ્યાને અચાનક કાંટાળા કૌભાંડ કેમ નિકળવા માંડયા ?

ગુજરાતમાં હવે ભાજપને કોંગ્રેસનો કોઇ ભય નથી. દૂર દૂર સુધી આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવી શકે તેમ નથી. પરંતુ ભાજપનું કદ જ ડાયનાસોર જેટલું મોટુ થઇ ગયુ છે કે ખુદ ભાજપના જ ભાજના દુશ્મન કે હરિફ બને છે. જો માન્યામાં ન આવતું હોય તો છેલ્લા બે ત્રણ ચાર દિવસથી રાજકોટના અખબારો અને મિડિયાને ગજવતા ગોલતર કૌભાંડ સિરિઝ વન અને સિરિઝ ટુ’ના ઉંડાણમાં જાઓ. ગોલતર કૌભાંડ અચાનક મિડિયાને હાથે કેમ લાગ્યુ .તેનું ટાઇમીંગ તો જુઓ જ્યારે રૂપાલા રાજકોટમાં સંસદના ઉમેદવાર તરીકે આવ્યા તેના થોડા જ દિવસોમાં વાતાવરણ જામે તે પહેલાં વિષયાંતર થઇ જાય એવી રીતે નવો એપિસોડ થઇ ગયો. કહેવાય છે કે ભાજપમાં બેઠેલા અસંતુષ્ઠોને માટે નાઉ ઓર નેવર છે. આથી હાલ સેફ ગેમ રમે છે. આવાસ યોજનાનુ કૌભાંડ હજુ ઠીક પણ ઓરડી કૌભાંડ તો દસ વરસથી ચાલતું હતું. અચાનક બહાર આવ્યુ તેની પાછળ ભાજપના કાર્યકરોમાં એવી ચર્ચા થાય છે કે આ જુના સાથીદારોની કરામત લાગે છે. આમ કરવાથી તેમની ઠંડી તાકાતનું પ્રદર્શન થાય. શહેર ભાજપની ટીમ ચૂંટણી પ્રચારની કામગીરીમાં ફોકસ થવાને બદલે ડેમેજમેનેજમેન્ટમા વ્યસ્ત રહે. કહવાય છે કે હજુ અન્ય હાડપીંજરો નજીકના દિવસોમા મિડિયાના હાથમાં આવશે.


