દવાઓના વધુ ભાવ, નશાકારક સીરપનું વેચાણ સહિતની ગેરરીતિઓ મળી : 13 મેડિકલ સ્ટોરના લાયસન્સ સસ્પેન્ડ
રાજકોટ શહેરમાં મેડિકલ સ્ટોર ધરાવતા સંચાલકો મોટા પ્રમાણમાં દવાઓના પૂરેપૂરા ભાવ અથવા તો બમણા ભાવ લઈને કરોડોની કમાણી કરી રહ્યા છે. સરકાર દ્વારા અમુક દવાઓમાં છૂટછાટ અપાયા બાદ પણ અમુક મેડિકલ સ્ટોરના સંચાલકો ભાવ વધારે લઈ રહ્યા છે. તો અમુક મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા નશાકારક સીરપના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં પણ તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેવા મતલબની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જેના આધારે છેલ્લા ત્રણ માસથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું. તમામ મેડીકલ ઉપર ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને તેના આધારે ફૂડ વિભાગે રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટના અભ્યાસ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક ધડાકે 53 મેડિકલ સ્ટોરના લાઇસન્સ કેન્સલ કરી નાખ્યાં છે. તો 13 જેટલા મેડિકલ સ્ટોરના લાઇસન સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. આમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી મેડિકલ સ્ટોરના સંચાલકોમાં ફફડાટ મચી ગયો છે.
રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચકાસણી બાદ જે મેડિકલ સ્ટોરના લાયસન્સ કેન્સલ કરી આજે તેમાં એબીસી ફાર્મસી, એજેકે મેડીટેક, આયુષ્યમાન મેડિકલ સ્ટોર, ભારત ડ્રગ્સ,ક્રિએટિવ એન્ટરપ્રાઈઝ, દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, ઈથીકેર રેમેડિસ, ગજાનન એજન્સી, ગાયત્રી ડિસ્ટ્રીબ્યુટર્સ, ગુજરાત સર્જીકલ, ક્રિષ્ના સર્જી ટેક, માહી મેડિકલ સ્ટોર, મંગલમ કોર્પોરેશન સહિતના લાયસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યા છે.આ ઉપરાંત નવજીવન સર્જીકલ, નેપ્ચ્યુન ફાર્મા, નિકિતા સરજી ફાર્મા, ઓજસ એન્ટરપ્રાઈઝ, ઓમ એન્ટરપ્રાઇઝ, પોપ્યુલર મેડિકલ, પ્રગતિ મેડિસિન, પ્રોટેક એનિમલ હેલ્થ, રાજુ મેડિકલ એજન્સી, રિલાયન્સ ફાર્માસિકલ એજન્સી, એસ.કે મેડી પ્લસ, સંજીવની મેડિકલ એજન્સી, સન્વી ફાર્મસી, સત્યમ ફાર્મસી, શ્રી પૂજન મેડિકલ્સ એન્ડ જનરલ સ્ટોર, શ્રીજી મેડિસિન, સિલ્વર સન ફાર્માસિકલ, સુપર ફાર્મા, સુરભી મેડિકલ સેન્ટર, ટોપા સર્જી ફાર્મા, વિશ્વાસ મેડિકલનો સમાવેશ થાય છે. આ તમામને નોટિસની બજવણી પણ કરી દેવામાં આવી છે
આ ઉપરાંત તાજેતરમાં શાપર અને મોરબી રોડ ઉપર આવેલા મેડિકલ સ્ટોરમાંથી નશીલા સીરપ પકડવામાં આવી હતી. તે બંને મેડિકલ સ્ટોરના લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમાં શાપરના શ્રી રાજ મેડિકલ સ્ટોર અને રોડ ઉપર આવેલા રાઘવ મેડિકલનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લાના તમામ મેડિકલ સ્ટોરમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન અમુક મેડિકલ સ્ટોર્સમાં નશાકારક સીરપનું વેચાણ થતું હોવાથી કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી રૂપિયા 13 મેડિકલ સ્ટોરના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહીથી મેડિકલ સંચાલકો ફફળી ઉઠ્યા છે.