- ચણાનું પોટેશિયમ બીપીને કરશે કંટ્રોલ
- હાઈ ફાઈબરથી યુક્ત હોવાથી કરશે મદદ
- મેગ્નેશિયમ અને સોડિયમ પણ કરશે મદદ
ખરાબ લાઈફસ્ટાઈલ, ફિઝિકલ એક્ટિવિટી ન કરવી અને ખરાબ ખાન-પાનની આદતોના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. જો સમય સાથે તમે તેની પર ધ્યાન આપો નહીં તો તેનાથી સમસ્યાઓ વધે છે. આજના સમયમાં નાની ઉંમરના લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સામે લડી રહ્યા છે. ડોક્ટર્સનું માનીએ તો હાઈ બીપી એક એવી સ્થિતિ છે જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધે છે. આ સાથે હાઈ બ્લડ પ્રેશરના કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થાય છે. ડાયટમાં કેટલાક ફેરફાર કરીએ તો બીપીને કંટ્રોલ કરી શકાય છે. એક્સપર્ટના અનુસાર કાબુલી ચણા હાઈ બ્લડ પ્રેશરના નિયંત્રણમાં મદદ કરે છે. તો જાણો કેવી રીતે તમે તેને ડાયટમાં સામેલ કરશો.
હાઈ ફાઈબરથી યુક્ત
કાબુલી ચણામાં ફાઈબર વધારે સારા પ્રમાણમાં હોય છે. હાઈ ફાઈબરની ચીજોથી બ્લડ પ્રેશરમાં મદદ મળે છે. આ સિવાય ફાઈબરના કારણે સ્થૂળતા ઘટે છે. નસોમાં પ્લોક જમા થાય છે અને ફાઈબર નસમાં જામેલા બ્લોકેજને ખતમ કરવામાં મદદ કરે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. એવામાં આ ચણા હાઈ બ્લડપ્રેશરની સમસ્યામાં આરામ આપે છે.
મેગ્નેશિયમથી ભરપૂર
શરીર માટે મેગ્નેશિયમ સૌથી સારું માનવામાં આવે છે. તે બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સિવાય તે લોહીની નસોને આરામ આપવામાં મદદ કરે છે. મેગ્નેશિયમને ડાયટમાં સામેલ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. કાબુલી ચણાના એક કપમાં 48 મિલિગ્રામ મેગ્નેશિયમ હોય છે.
પોટેશિયમથી યુક્ત
પોટેશિયમ શરીરમાં બ્લડ પ્રેશરના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ શરીરમાં સોડિયમના પ્રભાવને સંતુલિત કરવામાં મદદ કરે છે. સોડિયમના કારણે શરીરમાં બ્લડ પ્રેશર વધી શકે છે. એક કપ બાફેલા કાબુલી ચણા ખાવાથી શરીરને લગભગ 477 મિલિગ્રામ પોટેશિયમ મળે છે.
ઓછુ સોડિયમ
સોડિયમને બ્લડ પ્રેશરનું મુખ્ય કારણ માનવામાં આવે છે. પ્રોસેસ્ડ ફૂડ્સમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે જે શરીરમાં પ્રેશર વધારી શકે છે. કાબુલી ચણામાં સોડિયમ ઓછું હોય છે. તેને ઘટાડવા માટે સારું માનવામાં આવે છે.
હાર્ટ હેલ્થ સારી રહેશે
કાબુલી ચણા ફક્ત બીપી માટે નહીં પણ હાર્ટ માટે પણ લાભદાયી છે. તેમાં વિટામિન સી, વિટામિન ઈ અને એન્ટીઓક્સીડન્ટ્સ મળે છે જે ઓક્સીડેટિવ સ્ટ્રેસ અને શરીરના સોજાને ઘટાડવામાં મદદ કરે છે. ઓક્સીડેટિવ સ્ટ્રેસ અને શરીરના સોજાના કારણે હાઈ બીપીનો ખતરો વધે છે. એવામાં તે હાર્ટ માટે લાભદાયી સાબિત થાય છે.
કેવી રીતે કરશો ડાયટમાં સામેલ
- કાબુલી ચણાનું સેવન કઠોળના રૂપમાં કરી શકાય છે. રોટલી કે ભાતની સાથે તમે તેની મજા માણી શકો છો.
- સલાડના રૂપમાં કાબુલી ચણા મિક્સ કરીને ડાયટમાં સામેલ કરવાથી લાભ થશે.
- કાબુલી ચણા બાફીને પણ લઈ શકાય છે. તેમાં થોડો મસાલો મિક્સ કરીને સ્વાદ વધારી શકાય છે.