- બ્લડશુગરને કરશે કંટ્રોલમાં
- એનિમિયાની ખામીને કરશે દૂર
- કેન્સરથી બચવામાં તેનું સેવન ફાયદારૂપ
આપણે ડાયટમાં એ જ વસ્તુઓ ઉપયોગમાં લઈએ છીએ જેનો સ્વાદ આપણને પસંદ હોય છે. પરંતુ અનેકવાર થોડા અલગ ટેસ્ટની ચીજો પણ હેલ્થને અનેક ફાયદા આપે છે. તો આજે જાણો સરગવાને ડાયટમાં સામેલ કરવાથી કયા ફાયદા મળી શકે છે અને સાથે તે કઈ રોજિંદી બિમારીમાં લડવામાં મદદ કરે છે. આયર્વેદમાં તેને 300 રોગના નિવારણમાં લાભદાયી માનવામાં આવે છે. તો જાણો અને કરો ડાયટમાં સામેલ.
સરગવામાંથી શું મળે છે
તેમાંથી ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ, વસા, પ્રોટીન, પાણી, વિટામિન, કેલ્શિયમ, લોહતત્વો, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમ પણ મળે છે. તેમાં 90 પ્રકારના મલ્ટીવિટાામિન્સ, 45 પ્રકારના એન્ટીઓક્સીડન્ટ્સ ગુણ અને 35 દર્દ નિવારક ગુણ છે. તેમાંથી 17 પ્રકારના એમિનો એસિડ મળે છે.
કેવી રીતે કરાય છે પાન, ફૂલ, બીજ, ડાળી અને છાલનો ઉપયોગ
સરગવાનો ઉપયોગ દાળ, સૂપ અને શાક માટે તો કરાય છે પંરતુ તેનો ઉપયોગ ખાસ કરીને ઔષધિમાં પણ કરાય છે. અનેક પારંપરિક દવા બનાવવામાં આ છોડનો ઉપયોગ કરાય છે.
કઈ બિમારીઓમાં છે લાભદાયી
1. બ્લડ શુગરને કરશે નિયંત્રિત
સરગવામાં ફાયટોકેમિકલ જોવા મળે છે, જે બ્લડ શુગરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેમાં બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ ગુણો જોવા મળે છે.
2. એનિમિયાને રાખશે દૂર
શરીરમાં લોહીની ઉણપથી થતી સમસ્યા એનિમિયામાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે મોરિંગામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, તેથી નિષ્ણાતોનું માનવું છે કે તેના સેવનથી એનિમિયા મટાડી શકાય છે.
3. પ્રોટીન પૂરક
જે લોકો નોનવેજનું સેવન કરતા નથી તેમના માટે ડ્રમસ્ટિક પાવડર પ્રોટીન સપ્લિમેન્ટ તરીકે કામ કરે છે.
4. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરો
સરગવો શરીરમાં ઉચ્ચ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે .
5.કેન્સરનું જોખમ ઘટાડવું
પ્રોટીન, ખનિજો, એમિનો એસિડ, એન્ટીઑકિસડન્ટો સહિત અન્ય ઘણા પોષક તત્વો સરગવામાં જોવા મળે છે, જે ફેફસાં અને યકૃત અને કિડનીની પેશીઓનું રક્ષણ કરે છે. તેનાથી શરીરમાં બળતરા ઓછી થાય છે. જે મહિલાઓ દરરોજ સરગવાનો પાવડર લે છે તેમને સ્તન કેન્સરનું જોખમ ઓછું થાય છે.
6. સ્થૂળતા
સરગવાને સ્થૂળતા અને શરીરની વધેલી ચરબી દૂર કરવા માટે ફાયદાકારક દવા માનવામાં આવે છે. તેમાં ફોસ્ફરસ જોવા મળે છે, જે શરીરની વધારાની કેલરી ઘટાડવામાં મદદ કરે છે અને ચરબી ઘટાડીને સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ કરે છે.
7. હાડકા માટે ફાયદાકારક
સરગવાની શિંગમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી હાડકા અને દાંત બંને મજબૂત બને છે. સગર્ભા સ્ત્રીઓને તેના સેવનથી ઘણો ફાયદો થાય છે, ગર્ભસ્થ બાળકને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે જે બાળક સ્વસ્થ બને છે.