ગંગોત્રી ડેરી, બાલાજી ફાસ્ટફૂડને લાઇસન્સ મેળવવા નોટિસ અપાય
રાજકોટ શહેરમાં નકલી દૂધ અને નકલી પનીરનું વેચાણ મોટા પ્રમાણમાં થય રહ્યું છે તેમના કિસ્સા અનેક વખત ચમક્ય છે ત્યારે રાજકોટ ડેરીમાં આસપાસમાં ગ્રામ વિસ્તારમાથથી પશુપાલકો દૂધ પૂરું પડે છે જેમાં ભેળસેળ યુક્ત દૂધ આવે છે કે નહી તે માટે રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના દૂધ સાગર રોડ પર આવેલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડમાં જિલ્લામાંથી આવતા દૂધ સપ્લાયરોના ટેંકરોની ચકાસણી કરી અલગ -અલગ ટેંકારોમાંથી દૂધ (લુઝ) ના કુલ- 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
આમ રાજકોટ મનપાની ફૂડ શાખા દ્વારા લાંબા સમય બાદ રાજકોટ ડેરીમાં આવતા દૂધની ચકાસણી કરવામાં આવી છે આમ ભેળસેળ યુક્ત દૂધ વેંચતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. આ ઉપરાંત મનપા ની ફૂડ શાખા દ્વારા શહેરના રૈયા ચોકડી થી રૈયા ગામ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 12 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
રવિ પાર્સલ પોઈન્ટ,ગંગોત્રી ડેરી ફાર્મ, બાલાજી ફાસ્ટફૂડ,બંસી પૂરીશાક, સાંઇ ચાઇનીઝ પંજાબી, જય ગોપાલ ઘૂઘરા, શિવમ મદ્રાસ કાફે, રવિરાંદલ દાળપકવાન, રેવડી મદ્રાસ કાફે, આત્મીય તેલ, ખોડિયાર રેસ્ટોરેન્ટ, બાલાજી નાસ્તાગૃહ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ કૃષ્ણમ નાસ્તા હાઉસ જનતા ડેરી ફાર્મ મારુતિ આઇસ્ક્રીમ,અતુલ આઇસ્ક્રીમ યુનિટી મિલ્ક,રાધે ડેરી ફાર્મ,જોકર ગાંઠિયા,બાલાજી ફરસાણની ચકાસણી કરવામાં આવેલ.
તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીનું પાણી, છૂટક બટર, પનીર લાલ મરચું અને આઈસ્ક્રીમનું એ.જી. ચોક હોકર્સ ઝોન કાલાવડ રોડ પરથી નમૂના લેવામાં આવ્યા જેમાં પાણીપુરીનું પાણી વેચાણ કરતા દિલખુશ પાણીપુરી અને શ્રીનાથજી ભેળ પાણીપૂરી, બટરનું વેચાણ કરતા શુભમ સેન્ડવીચઅને જિલ્લાની વડાપાઉં, પનીરનું વેચાણ કરતા જયશ્રી રામ ચાઇનીઝ પંજાબી, લાલ મરચું વેચાણ કરતા પટેલ ચાઇનીઝ પંજાબી, અને આઇસ્ક્રીમનું વેચાણ કરતા ભેરુનાથ કસાટા આઇસ્ક્રીમ, એ.જી. ચોક હોકર્સ ઝોન માંથી કાલાવડ રોડ પરથી નમૂના લેવાયા.


