આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે ચૂંટણીની તારીખો પર નક્કી કરી દેવામાં આવી છે જેથી કરીને વહીવટી તંત્ર પણ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઈ ગયું છે ત્યારે પોલીસ તંત્ર પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવા હેતુસર પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે બેચરાજી તાલુકાના મોઢેરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ધારપુરા, પોયડા ,મોઢેરા સાહિતના વિસ્તારોમાં મોઢેરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એચ.એલ જોષી તેમજ પોલીસ સ્ટાફ તથા સીઆઇએસએફના જવાનો ને સાથે રાખીને ફૂટપેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું
લોકસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય તેવા હેતુથી પોલીસ તંત્ર સજાગ બની રહ્યું છે તેમજ ઠેર ઠેર સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ યોજવામાં આવી રહ્યા છે ત્યારે બહુચરાજી તાલુકાના મોઢેરા ગામે આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં ગણાતા ધારપુરા, પોયડા ,મોઢેરા સાહિતના વિસ્તારોમાં સીઆઇએસએફના જવાનોને સાથે રાખીને મોઢેરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.એચ.એલ જોષી તેમજ મોઢેરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું
મોઢેરા પોલીસ દ્વારા સી.આઈ.એસ.એફના જવાનોને સાથે રાખીને ફૂટપેટ્રોલિંગ યોજ્યું.


