લીગ કપમાં સેલહર્સ્ટ પાર્ક ખાતે શનિવારે રમાયેલી મેચમાં ગેબ્રિયલ જીસસના શાનદાર પ્રદર્શનના જોરે આર્સેનલે પોતાની હરીફ ટીમ સામે જંગી જીત મેળવી હતી. આર્સેનલે પોતાની હરીફ ટીમ ક્રિસ્ટલ પેલેસને 5-1થી મોટી હાર આપી હતી.
જીસસે બુધવારે રમાયેલી લીગ કપની ક્વાર્ટર ફાઇનલની મેચમાં ક્રિસ્ટલ પેલેસ સામે ગોલની હેટ્રિક ફટકારી હતી અને શનિવારની મેચમાં પણ તેણે પોતાનું શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું હતું. આ જીતની સાથે જ આર્સેનલના ખાતામાં ત્રણ પોઇન્ટ ઉમેરાયા હતા. આર્સેનલની ટીમ આ જીત સાથે પોઇન્ટ ટેલીમાં ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે. તેણે નોટિંઘમ ફોરેસ્ટને પાછળ રાખ્યું છે. આર્સેનલના 17 મેચમાં 33 પોઇન્ટ છે. લિવરપૂલની ટીમ 15 મેચમાં 36 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે જ્યારેચેલ્સિયા 16 મેચમાં 34 પોઇન્ટ સાથે તે બાદ આવે છે. ક્રિસ્ટ પેલેસ પોઇન્ટ ટેબલમાં 15મા સ્થાને છે. ગેબ્રિયલે શનિવારની મેચમાં પણ બે ગોલ કર્યા હતા અને તે ફરીવાર હેટ્રિક કરે તેવી સંભાવના હતી.


