ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી હેરી કેને બુંદેશ લીગા ફૂટબોલમાં ઓગ્સબર્ગને બાયર્ન મ્યૂનિચ સામે હરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હેરી કેને નોંધાવેલી ગોલની હેટ્રિક વડે મ્યૂનિચે 3-0થી વિજય હાંસલ કર્યો હતો. આ વિજય સાથે મ્યૂનિચે 11 રાઉન્ડ બાકી રહ્યા હોવા છતાં અન્ય ટીમો કરતાં આઠ પોઇન્ટની લીડ મેળવી લીધી હતી.
કેને લીગમાં પોતાના સર્વાધિક ગોલની સંખ્યા 14 સુધી પહોંચાડી દીધી હતી. ઇંગ્લેન્ડનો ફોરવર્ડ ખેલાડી બુંદેશ લીગામાં ફાસ્ટેસ્ટ 50 ગોલ પૂરા કરનાર ખેલાડી પણ બન્યો છે. આ તેની 43મી મેચ હતી. મ્યૂનિચે આ પહેલાં સેન્ટ પોલી અને બેનફિકા સામે એક સરખા સ્કોર 1-0થી વિજય મેળવ્યા હતા. મ્યૂનિચનો લીગમાં આ સતત છઠ્ઠો વિજય પણ મેળવ્યો છે. હેરી કેને 63મી મિનિટે પેનલ્ટી દ્વારા પ્રથમ ગોલ નોંધાવ્યા બાદ મેચના અંતે સ્ટોપેજ ટાઇમમાં 93મી તથા 95મી મિનિટે વધુ બે ગોલ નોંધાવ્યા હતા. ઓગ્સબર્ગના કેવેનને 93મી મિનિટે રેડ કાર્ડ મળતાં તે આગામી મેચમાં રમી શકશે નહીં. હેરી કેને જર્મન ટીમ માટે પોતાની સાતમી હેટ્રિક પણ નોંધાવવા ઉપરાંત એરલિંગ હાલેન્ડના 50 ગોલના રેકોર્ડને સરભર કર્યો હતો. હેરી કેને છેલ્લી સિઝનની 44 મેચમાં 36 લીગ ગોલ નોંધાવ્યા હતા.