- ગુજરાતની કંપનીએ જ તૈયાર કર્યા છે AI રોબોટ
- સર્વેલન્સ અને ક્લિનિંગનું AI રોબોટ કરશે કામ
- સ્વદેશી બનાવટના હેલિકોપ્ટર અને ફાઈટર જેટની પ્રતિકૃતિ
રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ કરવામાં આવી છે. આ વચ્ચે પહેલી વખત ગ્લોબલ ટ્રેડ શોમાં AI રોબોટનું આકર્ષણ કેન્દ્રમાં જોવા મળશે. આ વચ્ચે ગુજરાત પેવેલિયનમાં રોબોટ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ આ તમામ AI રોબોટ ગુજરાતની કંપનીએ જ તૈયાર કર્યા છે.
વાયબ્રન્ટ ગુજરાત સમિટની 10 મી આવૃત્તિનું અનાવરણ થવા જઈ રહ્યું છે. જેમાં ટ્રેડ શોમાં ‘મેક ઇન ગુજરાત’ અને ‘આત્મનિર્ભર ભારત’ સહિત 13 વિવિધ થીમ પર સમર્પિત 13 હોલ હશે. આ પ્રદર્શન ગુજરાતની સમૃદ્ધ કલાત્મક વારસો, પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક વારસો અને બહુપક્ષીય પ્રવાસન અનુભવોની ગતિશીલ ટેપેસ્ટ્રીની પ્રથમ ઝલક પ્રદાન કરે છે, આધુનિક સ્થાપત્ય અને કલાને વૈશ્વિક મંચ પર મૂકે છે.
આ ઉપરાંત ગુજરાત પેવેલિયનમાં રોબોટ તૈયાર કરાયા છે. ખાસ વાત એ છેકે ગુજરાતની કંપનીએ જ AI રોબોટ તૈયાર કર્યા છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટની અંદર સર્વેલન્સ અને ક્લિનિંગનું કામ AI રોબોટ કરશે. જે ગુજરાત પેવેલિયનમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

આ સાથે જ વાયબ્રન્ટ સમિટમાં સ્વદેશી બનાવટના હેલિકોપ્ટર અને ફાઈટર જેટની પ્રતિકતિ જોવા મળશે. લગભગ 450 MSME એકમો વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવામાં યોગદાન આપવા માટે સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. આ પ્રદર્શનમાં મહિલા સશક્તિકરણ, MSME વિકાસ, નવી ટેકનોલોજી, ગ્રીન અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટકાઉ ઉર્જા અને ઘણું બધું પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

ગ્લોબલ ટ્રેડ શો 10 થી 11 જાન્યુઆરીની વચ્ચે ટ્રેડ મુલાકાતીઓ માટે અને 12 અને 13 જાન્યુઆરી વચ્ચે જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. “વૈશ્વિક વેપાર શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, થાઈલેન્ડ, એસ્ટોનિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા, રવાન્ડા, જાપાન, ઈન્ડોનેશિયા અને વિયેતનામ તથા દક્ષિણ કોરિયા સહિત 20 દેશોની ભાગીદારી જોવા મળશે. આ દેશો પ્રદર્શનમાં તેમના ઉદ્યોગો વિશેની માહિતી રજૂ કરશે.


