- BCCIએ IPL 2024 ઓક્શનની તારીખ અને સ્થળની કરી જાહેરાત
- IPL 2024નું ઓક્શન 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે
- IPLના ઓક્શનમાં 1,000થી વધુ ખેલાડીઓ પર દાવ લગાવાશે
IPL એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024નો ઉત્સાહ દરેક ક્રિકેટ રસીકોમાં જોવા મળી રહ્યો છે. IPL 2024ની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તમામ ટીમોએ પણ તૈયારીઓ કરી લીધી છે. BCCIએ IPL 2024 ઓક્શનની તારીખ અને સ્થળની જાહેરાત કરી છે. આ પહેલીવાર બનશે જ્યારે ભારતમાં IPL ઓક્શનનું આયોજન કરવામાં નહીં આવે. તો તમને સવાલ એ થશે કે ક્યા થશે? જીહા… આ વખતે IPL 2024નું ઓક્શન 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે.
IPL મિની ઓક્શન માટે 1166 ખેલાડીઓની એન્ટ્રી કરવામાં આવી છે
IPLએ એક્સ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં 5 સેકેંડનો વીડિયોએ આકર્ષક બન્યો છે. આ વીડિયોમાં IPLના ઓક્શન, તેની તારીખ અને સ્થળ અંગે માહિતી આપવામાં આવી છે. IPL ઓક્શનનું આયોજન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થવા જઇ રહ્યું છે. જેમાં તમામ 10 ટીમો ભાગ લેશે. IPLના ઓક્શનમાં 1 હજારથી વધુ ખેલાડીઓ પર દાવ લગાવવામાં આવશે. જેમાં 800થી વધુ ભારતીય ખેલાડીઓને સ્થાન અપાયું છે. IPL મિની ઓક્શન માટે 1166 ખેલાડીઓની એન્ટ્રી કરવામાં આવી છે. ટીમો પાસે કુલ 77 સ્લોટ ખાલી છે. તેમાંથી 30 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે હશે.
કઈ ટીમ પાસે કેટલા સ્લોટ ખાલી?
IPL એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની જોરશોરથી તૈયારી માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. IPLની તમામ 10 ટીમો આશરે 262.95 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. ખાલી સ્લોટની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ પાસે 6 સ્લોટ ખાલી છે. દિલ્હી કેપિટલ્સમાં 9 સ્લોટ ખાલી છે. ગુજરાત ટાઇટન્સ પાસે 8 સ્લોટ ખાલી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે 12 સ્લોટ ખાલી છે. લખનઉ સુપર જાયન્ટ્સ પાસે 6 સ્લોટ ખાલી છે. મુંબઈ ઈન્ડિયન્સ પાસે 8 સ્લોટ ખાલી છે. પંજાબ કિંગ્સ પાસે 8 સ્લોટ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે 6 સ્લોટ ખાલી છે. રાજસ્થાન રોયલ્સ પાસે 8 સ્લોટ ખાલી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે પણ 6 સ્લોટ ખાલી છે. આ ટીમોમાં ગુજરાતના પર્સમાં સૌથી વધુ પૈસા બચ્યા છે. તેની પાસે 38.15 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે. તો હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે થઇ જાવ તૈયાર…


