- ઝાંસીની રાણી પાસે રસ્તો ઓળંગતા વૃદ્ધને બાઈકે ઉડાવ્યા
- અનિલ સ્ટાર્ચ પાસે આઈસરની ટક્કરથી રાહદારીનું મૃત્યુ થયું
- અકસ્માત અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી
શહેરમાં બેફામ દોડતા વ્હિકલોને કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે ત્યારે સોમવારે બે અકસ્માતમાં ત્રણ વ્યકિતનાં મોત નિપજ્યાં હતા. સતત બીજા જ દિવસે શહેરમાં બે અકસ્માતની ઘટનામાં એક વુદ્ધ સહિત બે વ્યકિતના મોત થયા છે. આ બન્ને અકસ્માત અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
બોપલમાં 74 વર્ષીય વિનોદભાઇ અમીન પરિવાર સાથે રહીને નિવૃત્ત જીવન ગુજારે છે. સોમવારે સાંજે તેઓ આઝાદનગર સોસાયટીની સામે સાંઇનાથ એપોર્ટમેન્ટમાં તેમનો ફલેટ આવેલો છે ત્યાં રિનોવેશનનું કામ ચાલતુ હોવાથી તેઓ ત્યાં આવ્યા હતા. રાતના સમયે તેઓ ઘરે જવા માટે ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટોપ જતા હતા. આ દરમ્યાન એક બાઇક ચાલકે વિનોદબાઇને ટક્કર મારતા તેઓનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
નિકોલ શિવશકિતનગરમાં 55 વર્ષીય હિરાભાઇ પટણી પરિવાર સાથે રહે છે. તેઓ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ હિરાભાઇ અનિલ સ્ટાર્ટ મિલ પાસે રાધારમણ કો.ઓ.હાઉસિંગ સોસાયટી લીના ગેટ પાસેથી પસાઇ રહ્યા હતા. આ દરમ્યાન એક આઇસર ચાલક પૂરઝડપે હંકારીને હિરાભાઇને અડફેટે લીધા હતા. જેના કારણે હીરાભાઇ હવામાં ફંગોળાઇને 10 ફૂટ દૂર પટકાયા હતા. આથી હિરાભાઇને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.


