- ઉત્તર અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા
- વિંડ સ્પીડ અને ટર્ફને કારણે વરસાદની શક્યતા
- 25 અને 26 તારીખે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર ભરશિયાળે ફરી એકવાર ચોમાસાનો માહોલ સર્જાઈ શકે તેમ છે. એટલે કે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મેઘો ફરીથી ગુજરાતને ઘમરોળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ વરસાદની સ્થિતિ આવનારા 5 દિવસ બાદ સર્જાશે. એટલે કે 25 અને 26 તારીખે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે.
ક્યાં આવશે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આ વરસાદ પાછળનું કારણ વિંડ સ્પીડ અને ટર્ફને ગણાવવામાં આવી રહ્યું છે.
શું થશે અસર
કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં તાપમાન ધીમે ધીમે ઘટવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આ સાથે ભેજનું પ્રમાણ પણ વધી શકે છે. આ સાથે જ અહીં આવનારા 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.


