- નેપાળના પ્રવાસે ગયેલા છે વિદેશ મંત્રી એસ. જયશંકર
- આ જ સમયે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના મંત્રીઓની મુલાકાત
- ચીની અધિકારીની 6 સભ્યો વળી સમિતિ પહોંચી નેપાળ
ગુરુવારે બે દિવસીય નેપાળના પ્રવાસે ગયેલા વિદેશમંત્રી એસ. જયશંકરે આ જ સમયે ચીની અધિકારીઓના નેપાળ પ્રવાસને લઈને નારાજગી વ્યક્ત કરી છે. એક નેપાળી વેબસાઇટના અહેવાલ મુજબ, નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલ અને પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે બેઠક દરમિયાન જયશંકરે તે સમયે નારાજગી વ્યક્ત કરી જ્યારે તેમને જાણવા મળ્યું કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી યુન્નાન પ્રાંતિય સમિતિની સ્થાયી સમિતિના ઉપસચિવ શી યુગાંગ નેપાળ પ્રવાસે આવ્યા હતા.
અહેવાલ મુજબ, ચીની અધિકારી શી યુગાંગ છ સભ્યો વાળી ટીમની સાથે નેપાળ પહોંચ્યા છે. શી યુગાંગ એરપોર્ટથી સીધા જ મેરિયેટ હોટલ પહોંચ્યા હતા, જ્યાં તેમની અને તેમની સાથે આવેલ ટીમની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
યુગાંગના નેતૃત્વ વાળી 6 સભ્યોની ટીમમાં ચાંગ શિફિન, વાંગ વેઈ, ડુઆન શોરેન, ચેક શુયુન અને લી શિહાઇ સામેલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શી યુગાંગ અને તેમની ટીમ આ દરમિયાન પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ, ઉપરાષ્ટ્રપતિ રામ સહાય પ્રસાદ યાદવ અને પર્યટન મંત્રી સુડાન કિરાંતીની સાથે પણ મુલાકાત કરશે.
એસ. જયશંકરે વ્યક્ત કરી નારાજગી
નેપાળી વિદેશ મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું છે કે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે આ વાત પર નારાજગી વ્યક્ત કરી છે કે નેપાળે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓને તેમની યાત્રા દરમિયાન જ બોલાવ્યા છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નેપાળના અધિકારીઓને પહેલેથી જ ખબર હતી કે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની નેપાળ યાત્રા દરમિયાન જ ચીનના અધિકારીઓ આવનાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળ સરકારને અનુરોધ પણ કર્યો હતો કે તેમની યાત્રાને ઓવરલેપ ન કરવી જોઈએ. કેમ કે ચીની અધિકારીઓની યાત્રા પહેલેથી જ નક્કી હતી એટલે નેપાળ સરકાર દ્વારા તેને સ્થગિત કરવા અંગે કોઈ જ પ્રયાસ ન કરવામાં આવ્યો.
જોકે, ચીની અધિકારીઓના સત્તાવાર કાર્યક્રમની જાણકારી નેપાળ સરકારના વિદેશ મંત્રાલય તરફથી નહોતી આપવામાં આવી અને ન તો કોઈ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યો હતો.


