૨ એપ્રિલે પ્રબુધ્ધો સાથે કરશે પરામર્શ : વકતવ્ય
કેન્દ્રીય વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર મંગળવારે રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રીય એકતા મંચ રાજકોટ દ્વારા આયોજિત ‘પ્રબુધ્ધો સાથે પરામર્શ’ કાર્યક્રમમાં કેન્દ્રીય વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર હાજરી આપશે. 2 એપ્રિલ મંગળવારના રોજ સવારે 9:30 કલાકે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ‘ભારત ભાગ્ય વિધાતા’ વિષય પર કેન્દ્રીય વિદેશ મંત્રી વક્તવ્ય આપશે.
રાષ્ટ્રીય એકતા મંચ રાજકોટ આયોજિત કાર્યક્રમમાં શૈલેષ જાની, આજે જોષી, ડો. હિરેન કાવઠીયા, નંદલાલ માંડવીયા, ડી. વી. મહેતા, મનોજ કલ્યાણી, અનુપમ દોશી, અજય પટેલ, દુર્લભસિંહ રાઠોડ, કશ્યપ છોટાઈ, સંજય ટાંક, ડો. જનક મારુ, દિલીપ સખીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે . તેમજ આ કાર્યક્રમ રાજકોટવાસીઓને રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


