- પાકિસ્તાનની મીડિયામાં છવાયા ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર
- રાશિયાને લઈને એક પ્રશ્નના જવાબમાં વિદેશમંત્રીનો અંદાજ છવાયો
- ભારતના મંત્રીઓ જનતા માટે કામ કરે છે, અમારા નેતા ભ્રષ્ટ-ચોર છે: પાકિસ્તાની જનતા
પાકિસ્તાનના લોકો ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની રણનીતિના ફેન થઈ ગયા છે. તાજેતરમાં જ તેમણે જર્મનીના મ્યુનિક ખાતે આયોજિત મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભાગ લીધો હતો. જ્યાં, તેમની સાથે રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે વાત કરવામાં આવી. આ મુદ્દે તેમણે પોતાના જ અલગ બેબાક અંદાજમાં જવાબ આપ્યો હતો. જયશંકરનો આ જ અંદાજ પાકિસ્તાનના લોકોને ખાસ્સો પસંદ આવ્યો અને તેઓ જયશંકરના ખૂબ વખાણ કરી રહ્યા છે.
પાકિસ્તાની યુટ્યુબરે ભારતીય વિદેશ નીતિની સરાહના કરી
પાકિસ્તાનમાં ભારતીય વિદેશ નીતિના જોરદાર વખાણ થઈ રહ્યા છે. પાકિસ્તાનના એક જાણીતા યુટ્યુબરે ભારતીય વિદેશ નીતિના વખાણ કર્યા છે. તો, પાકિસ્તાની વિદેશ નીતિને આઝાદ નથી ગણાવી. પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે ભારતીય વિદેશ મંત્રી પહેલા પણ આ નિવેદન આપી ચૂક્યા છે કે ‘અમારી મરજી. અમે જ્યાંથી યોગ્ય લાગશે ત્યાંથી તેલ લઈશું.”
પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે અમારા દેશમાં એ જ ખબર નથી પડતી કે અમારી વિદેશ નીતિ છે શું? ભારતની વિદેશ નીતિ અમારી વિદેશ નીતિથી લગભગ 10-15 ટકા આગળ ચાલી રહી છે.
“ભારતમાં ગાંધી બાદ જો કોઈ છે તો તે મોદી જ છે”
આ મુદ્દે એક પાકિસ્તાની યુવકે કહ્યું કે ભારત અને પાકિસ્તાનમાં લોકો અવારનવાર કહે છે કે મોદીએ આ વાત કરી, મોદીએ તે વાત કરી. ભલે ગમ્મે તે હોય પરંતુ મોદીએ ભારત માટે ઘણું બધુ કર્યું છે. ભારતમાં ગાંધી બાદ જો કોઈ છે તો તે માત્ર મોદી જ છે.
અન્ય એક શખ્સે આ મુદ્દે પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું કે ભારતીય પ્રધાનમંત્રી પોતાના દેશ માટે સ્ટેન્ડ લે છે. તેમની વિદેશ નીતિ એકદમ સ્પષ્ટ અને સ્વતંત્ર છે. તેઓ ઘણું સારું કરી રહ્યા છે.
આપણાં નેતાઓ તો ભ્રષ્ટ અને ચોર છે: પાકિસ્તાની યુવક
તો, લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે પાકિસ્તાન આવી સ્થિતિમાં શું કરતો? તો એક શખ્સે જવાબ આપતા જણાવ્યું કે પહેલા તો આપણે એ વિચારવું જોઈએ કે આપણે આઝાદ ક્યારે થઈશું. આપણે ન ઇચ્છીને પણ અમેરિકાના ગુલામ થઈ ગયા છીએ. કારણ કે આપણને તેની પાસેથી ડોલર મળે છે.
આ જ કારણ છે કે આપણે તેમની સામે કઈ જ નથી કરી શકતા. એક શખ્સે દિલ જીતી લેનારી વાત કહી. તેનું કહેવું છે કે ભારતીય નેતા પોતાના લોકો માટે કામ કરે છે. જ્યારે અમારા નેતાઓ ભ્રષ્ટ અને ચોર છે.


