- નેતાઓની સેફ્ટી માટે ખાસ કોર્સ
- વિદેશી પોલીસટીમો લઈ રહી છે તાલીમ
- ગુજરાતની ધરતી પર વિશ્વસ્તરીય ટ્રેનિંગ
જાપાનના પીએમ શિન્ઝો આબેની જાહેરમાં હત્યા બાદ નેતાઓ સહિત VVIPSની સુરક્ષા વિશ્વના તમામ દેશો માટે પડકાર બની ગઈ છે ત્યારે આ પડકાર સામે ટકી રહેવા ઘણાં દેશોની પોલીસ હવે ગુજરાતમાં આવીને તાલીમ લઈ રહી છે. મહત્વનું છે કે આ પ્રકારની તાલીમ ગુજરાત પોલીસને પણ મળી ચૂકી છે.
બદલાતા સમયની સાથે નેતાઓની રહેણીકહેણી બદલાઈ છે હવે નેતાઓના ઘણાં કાર્યક્રમો પ્રજાની વચ્ચે થતા હોય છે. આવા સમયે આ નેતાઓના જીવ પર જોખમ પણ રહેતું હોય છે. પ્રજાલક્ષી કાર્યક્રમોના ઉદઘાટનથી લઈને ચૂંટણી રેલીઓમાં નેતાઓ ઓપનલી સામેલ થતા હોય છે અને આ જ કારણથી નેતાઓની સુરક્ષાની જવાબદારી સંભાળવી એ ઘણીં પોલીસ ટીમો અને સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બની ગઇ છે. ગુજરાતની રક્ષાશકિત યુનિવર્સિટીમાં VIP સિકયુરિટીનો કોર્ષ કરાવવામાં આવી રહ્યો છે જે અત્યાર સુધીમાં માલદીવ, નાઈજીરિયા, કંબોડિયા, મેક્સિકો દેશની પોલીસ તેમજ ભારતના ઉત્તરપ્રદેશ, આસામ, દિલ્હી, મહારાષ્ટ્ર , છત્તીસગઢ , મધ્યપ્રદેશ , અરુણાચલ પ્રદેશ પણ આવી ટ્રેનિંગ લઈ ચૂકી છે. હાલ નેપાળ પોલીસના અધિકારીઓ રક્ષાશકિત યુનિવર્સિટીમાં આ ટ્રેનિંગ લઇ રહ્યા છે.
આધુનિક ટેકનોલોજીની સાથે હવે કોઈપણ નેતાને ટાર્ગેટ કરવા માટે હુમલાખોરો પાસે હુમલો કરવાની અવનવી ટેકનીક અપનાવતા હોય છે ત્યારે હુમલો કરવાની નવી ટેકનીકને કેવી રીતે ન્યુટ્રિલાઈઝ કરવી તેની પ્રેક્ટીકલ ટ્રેનિંગ પોલીસ અધિકારીઓને આપવામાં આવતી હોય છે. આ સાથે જ ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાં ક્યાં ચૂક રહી ગઈ હતી તેની માહિતી પણ વિદેશની પોલીસને આપવામાં આવે છે જેથી VVIP ની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય.આ સિવાય ફોરેન્સિક સાયન્સ, સાઇબર સિક્યુરિટી, એવીએશન, વિકટીમ (ફરિયાદી)આસિસ્ટન્સ તેમજ ઓર્ગેનાઈઝ ક્રાઇમ માટેની પણ ટ્રેનિંગ વિદેશની પોલીસને આપવામાં આવી છે.
નેતાઓ તેમજ VVIP પર હુમલો કરવા હુમલાખોરો અપગ્રેડ થયા છે ત્યારે આવા હુમલાખોરોના હુમલાને નિષ્ફળ બનાવવા ગુજરાત પોલીસ અપડેટ થઈ છે. સાથે સાથે હવે વિશ્વના દેશોની પોલીસ પણ અપગ્રેડ થવા ગુજરાતની મદદ લઈ રહી છે.


