- કેન્યાના રાષ્ટ્રપતિ 3 દિવસ ભારતની મુલાકાતે
- રાષ્ટ્રપતિ ભવનમાં દ્રૌપદી મુર્મૂ દ્વારા કરવામાં આવ્યું ઔપચારિક સ્વાગત
- પીએમ મોદી પણ સ્વાગતમાં રહ્યા ઉપસ્થિત
કેન્યાના રાષ્ટ્રપતિ આજે ભારતના મહેમાન બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદી ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે કેન્યાના રાષ્ટ્રપતિ સોમવારથી 3 દિવસ ભારતના પ્રવાસે છે.
‘રાષ્ટ્રપતિ અને મારા મિત્રના નિમંત્રણને લીધે આવ્યો’
રાષ્ટ્રપતિ ભવનમાં આ પ્રસંગે કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સમોયી રુટોએ જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે ભારત અને કેન્યા ખૂબ સારા મિત્રો છે. કેન્યાની આઝાદી પહેલા પણ અમે વિવિધ સ્તરે રાજદ્વારી સંબંધો ધરાવતા હતા. તેમણે કહ્યું કે હું રાષ્ટ્રપતિ અને મારા સારા મિત્ર પીએમ મોદીના નિમંત્રણ પર ભારત આવ્યો છે. મારી અપેક્ષા છે કે અમે કેન્યા અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની જરૂર છે. અમે ગ્રામીણ વિકાસ અને ખાસ કરીને કૃષિ ક્ષેત્રે ભાગીદારી કેવી રીતે બનાવી શકીએ તે સહિત વિવિધ બાબતો પર ચર્ચા કરીશું.
PM મોદી સાથે દ્રિપક્ષીય થશે બેઠક
મહત્વનું છે કે કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સમોઇ રૂતો સોમવારથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. કેન્યાના રાષ્ટ્રપતિની આ પ્રથમ ભારત મુલાકાત છે. આજે મંગળવારે બપોરે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત વાતચીત કરશે. આ પછી સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. કેન્યાના રાષ્ટ્રપતિ રૂટોના માનમાં રાજ્ય ભોજન સમારંભનું આયોજન કરવામાં આવશે. કેન્યાના રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં વેપાર અને રોકાણ કાર્યક્રમમાં પણ ભાગ લેશે.


