- રૂ.1.90 લાખના ચેક રિર્ટનના કેસમાં ફટકારાઈ સજા
- પૂર્વ નગરસેવિકા ઉષા તલરેજા સામે નોંધાઈ હતી ફરિયાદ
- 2020માં આપવામાં આવેલ ચેક રિટર્ન થયો હતો
ભાવનગરમાં ભાજપના પૂર્વ નગરસેવિકાને એક વર્ષની સજા થઇ છે. જેમાં રૂપિયા 1.90 લાખના ચેક રિર્ટનના કેસમાં સજા ફટકારાઈ છે. પૂર્વ નગરસેવિકા ઉષા તલરેજા સામે ફરિયાદ નોંધાઈ હતી. તેમાં 2020માં આપવામાં આવેલ ચેક રિટર્ન થયો હતો.
ઉષાબેનનાં એકાઉન્ટમાં પુરતા નાણાં ન હોઈ ચેક રિટર્ન થયો
1 વર્ષની સાદી કેદ અને દંડ પેટે રૂપિયા 3.80 લાખ ચૂકવવા કોર્ટનો આદેશ છે. રૂપિયા 1.90 લાખનો ચેક રિટર્ન થતા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. થોડા સમય બાદ ઉષાબેને તે રકમ પરત કરવા માટે નરેશ રાજાને અલ્હાબાદ બેંકનો રૂ. 1.90 લાખનો ચેક આપ્યો હતો અને પ્રોમીસરી નોટ લખી આપી હતી. જે બાદ ઉષાબેન દ્વારા આપેલ ચેક ફરિયાદીએ તા. 3 જાન્યુઆરી 2020 નાં રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જમા કરાવ્યો હતો. પરંતુ ઉષાબેનનાં એકાઉન્ટમાં પુરતા નાણાં ન હોઈ ચેક રિટર્ન થયો હતો.
વળતર પેટે રૂ. 3.80 લાખની રકમ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો
નરેશ રાજા દ્વારા ચેક રિટર્ન થતા વકીલ ડી.એમ.મહેતા મારફતે ઉષાબેનને નોટીસ મોકલી હતી. જે બાદ પણ ઉષાબેન દ્વારા ચેકની રકમ ચૂકવી આપવામાં ન આવતા ઉષાબેન સામે ભાવનગર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસમાં કોર્ટે આરોપી ઉષાબહેન તલરેજાને ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ અને વળતર પેટે રૂ. 3.80 લાખની રકમ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હતો.


