- ગાયકવાડ સરકારમાં બરોડા રાજ્યના નાયબ નિયંત્રક તરીકે પણ સેવા આપી હતી
- ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને અંશુમન ગાયકવાડના પિતા
- બરોડાની મહારાજા સયાજી યુનિવર્સિટી માટે પ્રારંભિક ક્રિકેટ રમ્યા હતા
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું 96 વર્ષે નિધન થયુ છે. જેમાં દત્તાજીરાવ ગાયકવાડે ગાયકવાડ સરકારમાં બરોડા રાજ્યના નાયબ નિયંત્રક તરીકે પણ સેવા આપી હતી. તથા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને અશુંમન ગાયકવાડના પિતા દત્તાજીરાવ ગાયકવાડનું આજે સવારે 96 વર્ષની ઉંમરે નિધન થયું છે.
બરોડાની મહારાજા સયાજી યુનિવર્સિટી માટે પ્રારંભિક ક્રિકેટ રમ્યા હતા
દત્તાજીરાવ ગાયકવાડ બોમ્બે યુનિવર્સિટી અને બરોડાની મહારાજા સયાજી યુનિવર્સિટી માટે પ્રારંભિક ક્રિકેટ રમ્યા હતા. ડી.કે. ગાયકવાડે વર્ષ 1952માં ઇંગ્લેન્ડ પ્રવાસની પ્રથમ ટેસ્ટમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ગાયકવાડ સરકારમાં બરોડા રાજ્યના નાયબ નિયંત્રક તરીકે પણ સેવા આપી હતી.
વડોદરાના મહાનુભાવોની સ્મૃતિમાં પોસ્ટલ કવર બહાર પાડવામાં આવ્યુ હતુ
અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડના જન્મદિવસે બરોડા ક્રિકેટ એસોસીએશન દ્વારા તેમનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત બીસીએના સહકારથી પોસ્ટ વિભાગ દ્વારા વડોદરાના આંતરરાષ્ટ્રિય સ્તરના ક્રિકેટરો તેમજ બીસીસીઆઇમાં સન્માનજનક સ્થાન ધરાવતાં વડોદરાના મહાનુભાવોની સ્મૃતિમાં પોસ્ટલ કવર બહાર પાડવામાં આવ્યુ હતુ.
ક્રિકેટરો આંતરરાષ્ટ્રિય સ્તરના ક્રિકેટમાં વડોદરાની ભેટ
1951માં ક્રિકેટની કારકિર્દી શરૂ કરનાર મહાન ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહ્યા હતા. તે સમયગાળામાં વડોદરાની ટીમના અન્ય દિગ્ગજોમાં વિજય હઝારે, દત્તુ ફડકર, ચંદુ બોરડે, જી. કિશનચંદ જેવા ક્રિકેટરોને ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાનું સામર્થ્ય બતાવતા હતા. દત્તાજીરાવ ગાયકવાડના દિકરા અંશુમન ગાયકવાડ, કિરણ મોરે, નયન મોંગીંયા, રશીદ પટેલ, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, અતુલ બેદાડે, મુનાફ પટેલ, હાર્દિક પંડ્યા વગેરે ક્રિકેટરો આંતરરાષ્ટ્રિય સ્તરના ક્રિકેટમાં વડોદરાની ભેટ છે.


