- આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટ કરીને કરી જાહેરાત
- નોર્થ ઈસ્ટના પહેલા વ્યક્તિ જેમણે CJIનું પદ સાંભળ્યું હતું
- આગામી 10 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે સન્માન
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ 16 જાન્યુઆરી મંગળવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે પૂર્વ CJI અને રાજ્યસભા સાંસદ રંજન ગોગોઈને રાજ્યના સર્વોચ્ચ સન્માન આસામ વૈભવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે “મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે આસામ સરકાર રાજ્યસભાના સાંસદ અને પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને રાજ્યના સર્વોચ્ચ સન્માન આસામ વૈભવથી સન્માનિત કરશે.”
સરમાએ આજે કહ્યું હતું કે સીજેઆઈનું પદ સંભાળનાર નોર્થ ઈસ્ટના પહેલા જસ્ટિસ રંજન ગોગોઈને આસામ વૈભવ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. આગામી 10 ફેબ્રુઆરીના રોજ રંજન ગોગોઈને રાજ્યનું આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવશે.
અનેક મહત્વના ચુકાદાઓમાં રહ્યા સામેલ
રંજન ગોગોઈ ઘણા મહત્વપૂર્ણ ચુકાદાઓનો હિસ્સો રહ્યા છે. પૂર્વ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) રંજન ગોગોઈની આગેવાની હેઠળની પાંચ જજોની ખંડપીઠે 2019 માં એક ઐતિહાસિક નિર્ણયમાં અયોધ્યામાં રામ મંદિરને લઈને ચુકાદો આપ્યો હતો. ઉપરાંત, કોર્ટે અયોધ્યામાં મસ્જિદના નિર્માણ માટે પાંચ એકરનો વૈકલ્પિક પ્લોટ આપવાનો આદેશ આપ્યો હતો.
ત્યારબાદ, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થયું હતું. 22મી જાન્યુઆરીએ રામલલાના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત હજારો લોકો ભાગ લેશે.


