- કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે આપ્યુ રાજીનામુ
- કહ્યું, સનાતન વિરોધી નારા નહી લગાવી શકું
- આચાર્ય પ્રમોદ કૃષ્ણમે આ અંગે પ્રતિક્રિયા
કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે આજે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામુ આપી દીધુ છે. સાથે જ જણાવ્યું કે હું સનાતન વિરોધી નારા નહી લગાવી શકુ. તેમના આ નિવેદન બાદ કોંગ્રેસમાંથી જ ભાજપમાં જોડાયેલા નેતાની પ્રતિક્રિયા સામે આવી છે.
સાચો સનાતની કોંગ્રેસમાં રહી શકતો નથી- આચાર્ય
મહત્વનું છે કે ગૌરવ વલ્લભ ઘણા મહિનાઓથી પાર્ટી વતી કોઇ કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા ન હતા આ ઉપરાંત તેમણે ઘણા સમયથી કોઇ પ્રેસ કોન્ફરન્સ પણ કરી ન હતી. ત્યારે આ મામલે કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે પણ ગૌરવના રાજીનામા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું કે સાચો “સનાતની” કોંગ્રેસમાં રહી શકતો નથી.
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પણ આ કારણોસર આપ્યુ હતું રાજીનામુ
મહત્વનું છે કે ગૌરવ વલ્લભની જેમ જ આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે પાર્ટીમાંથી અલવિદા કહ્યું હતું. કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ આચાર્ય પ્રમોદ કૃષ્ણમની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી તેમાં તેમણે એક પોસ્ટમાં રાહુલ ગાંધીને ટેગ કરીને લખ્યું કે, ‘રામ અને રાષ્ટ્ર પર કોઈ સમજૂતી થઈ શકે નહીં. મહત્વનુ છે કે આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સનાતન ધર્મ, ભાજપ અને પીએમ મોદીના પક્ષમાં નિવેદન આપતા આવ્યા છે તે કારણોસર જ કોંગ્રેસમાંથી હાંકી કઢાયા છે.
કોણ છે આચાર્ય પ્રમોદ કૃષ્ણમ?
આચાર્ય પ્રમોદ કૃષ્ણમનો જન્મ 4 જાન્યુઆરી 1965ના રોજ ઉત્તર પ્રદેશના સંભલમાં એક ત્યાગી પરિવારમાં થયો હતો. તેઓ કોંગ્રેસની ટિકિટ પર બે વખત લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. પાર્ટીએ તેમને 2014માં સંભલ અને 2019માં લખનૌથી ઉમેદવાર બનાવ્યા હતા. બંને વખત તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ કોંગ્રેસની ઉત્તર પ્રદેશ સલાહકાર પરિષદનો ભાગ હતા, જે તત્કાલીન યુપી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાને મદદ કરવા માટે રચવામાં આવી હતી.


