- શ્રીકાંત આક્રમક બેટર તરીકે વિશ્વભરમાં જાણીતા બન્યા હતાં
- 64 વર્ષીય તેમની પત્ની વિદ્યા શ્રીકાંત સાથે હાજર રહ્યાં હતાં
- શ્રીકાંતનું વિરાટ કોહલીને “નેચરલ રમત” રમવા માટે સૂચન
ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી ક્રિષ્નામાચારી શ્રીકાંત હાલમાં જ આંધ્રપ્રદેશના તિરુપતિના તિરુમાલા મંદિરના દર્શને આવતાં જોવા મળ્યાં હતાં. શ્રીકાંત ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા હતાં જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ શરુઆતના ક્રમના બેટ્સમેન તરીકે ભારતીય ટીમમાં સામેલ થયા હતા. તેમની રમતશૈલીના કારણે તેઓ અત્યંત આક્રમક બેટર તરીકે વિશ્વભરમાં જાણીતા બન્યા હતા.
64 વર્ષીય તેમની પત્ની વિદ્યા શ્રીકાંત સાથે હાજર રહ્યાં
પ્રાપ્ત માહિતી અનુસાર, આંધ્રપ્રદેશમાં આવેલા તિરુપતિના તિરુમાલા મંદિરમાં પ્રાર્થના દર્શન કરતાં જોવાં મળ્યાં હતાં. શ્રીકાંતે સફેદ ધોતી અને બ્લેક સાઈડ બેગ ખભે લટકાવેલ નજરે પડ્યાં હતાં. કે. શ્રીકાંત આંધ્રપ્રદેશના તિરુપતિ તિરુમાલા મંદિરે વહેલી સવારે દર્શન કરવા 64 વર્ષીય તેમની પત્ની વિદ્યા શ્રીકાંત સાથે હાજર રહ્યાં હતાં.
યુટ્યુબ ચેનલ પર, શ્રીકાંતે વિરાટ કોહલીને સૂચન કર્યું
અગાઉ, તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર, શ્રીકાંતે વિરાટ કોહલીને તેની “નેચરલ રમત” રમવા માટે સૂચન કર્યું હતું. “દરેક ખેલાડીની પોતાની રમત હોય છે. દરેક વ્યક્તિએ પહેલા તેમની રમતને અનુસરવી જોઈએ. જો તમે યશસ્વી જયસ્વાલને તેમનો સમય કાઢીને રમવા માટે કહો છો, તો તે યોગ્ય નથી. તે અને ‘ચીકા’ જેવા ખેલાડીઓ, તમે તેમને સમય કાઢવાનું કહી શકતા નથી. રોહિત શર્મા તે કરવા સક્ષમ છે. વિરાટ કોહલીએ તેની કુદરતી રમત રમવી જોઈએ. તેને પીચ પર પોતાનો સમય કાઢવો ગમે છે. તેને છગ્ગા મારવાની ચિંતા નથી. તે અંતમાં ઝડપ વધારવામાં સક્ષમ છે, અંતે સિક્સર ફટકારે છે. અમે પાકિસ્તાનની રમત જોઈ છે અને મેલબોર્નમાં, જે રીતે તેણે વાતાવરણ બનાવ્યું અને તે ટીમ માટે જીત્યું.
વિશ્વકપ 1983 માં વિજેતા ટીમમાં પણ શ્રીકાંત સામેલ
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર કે. શ્રીકાંત તક મળ્યે ધીમી ગતિની બોલિંગ પણ કરી શકતા હતા. એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. ભારતીય ટીમમાં વિશ્વકપ 1983 માં વિજેતા ટીમમાં પણ શ્રીકાંત સામેલ હતાં. વિશ્વકપ 1983 માં કપિલ દેવના સુકાનીપણા હેઠળ ભારતીય ટીમના ખેલાડી રહી ચૂક્યાં છે.
ભારત પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમવાનું છે
દરમિયાન, ભારત પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમવાનું છે, જેમાંથી પ્રથમ મેચ 25 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાશે. શ્રેણીની બીજી મેચ 2 ફેબ્રુઆરીએ વિઝાગમાં રમાશે. પાંચમી અને અંતિમ ટેસ્ટ ધર્મશાળામાં યોજાશે અને શ્રેણી 11 માર્ચે સમાપ્ત થશે.


