- 9 કેન્દ્રીય પ્રધાનો સહિત રાજ્યસભાના અન્ય 54 સભ્યોનો કાર્યકાળ પૂરો થયો
- 1991માં પહેલીવાર રાજ્યસભામાં પહોંચ્યા હતા, 2004થી 2014 દરમિયાન PM રહ્યા
- રાજ્યસભાના કુલ 54 સાંસદો નિવૃત્ત થયા છે
રાજ્યસભામાં 33 વર્ષથી સભ્યપદ સંભાળ્યા બાદ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ નિવૃત્ત થઈ ગયા છે. તે સાથે જ રાજ્યસભાના કુલ 54 સભ્યોનો કાર્યકાળ પૂરો થયો છે. રાજ્યસભામાંથી મંગળવારે 49 સભ્યો તો બુધવારે પાંચ સભ્યો નિવૃત્ત થયા હતા. રાજ્યસભાના કુલ 54 સાંસદો નિવૃત્ત થયા છે. તે પૈકી કેટલાક સભ્યો લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તો રાજ્યસભામાં કેટલાક સભ્યો પાછા પણ ફરી શકે છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ 3 એપ્રિલ અર્થાત બુધવારે રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ ગયા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાજ્યસભામાં સભ્યપદ સંભાળવા જઈ રહ્યા છે. સોનિયા ગાંધી હમેશા લોકસભાના સભ્ય રહ્યા હતા, પરંતુ આ વખતે તેમણે રાયબરેલીથી લોકસભાની ચૂંટણી નહીં લડવા નિર્ણય લીધો છે. ડૉ.મનમોહનસિંહ દેશ માટે મહત્ત્વના અનેક નિર્ણયો લઈ ચૂક્યા છે. 1991માં તેઓ રાજ્ય સભામાં પહોંચ્યા હતા. તેઓ પી.વી. નરસિમ્હા રાવની સરકારમાં નાણા પ્રધાનપદ સંભાળ્યું હતું. તે પછી વર્ષ 2004થી 2014 દરમિયાન વડાપ્રધાનપદ સંભાળ્યું હતું. હાલમાં તેમની ઉંમર 91 વર્ષની છે. નિવૃત્ત થયેલા સભ્યોમાં સપાના જયા બચ્ચનનો પણ સમાવેશ થાય છે. જોકે તેઓ બીજા કાર્યકાળ માટે ચૂંટાઈ ચૂક્યા છે.
7 કેન્દ્રીય પ્રધાનો પણ નિવૃત્ત
રાજ્યસભામાંથી નિવૃત્ત થયેલા 55 સભ્યો પૈકી 9 કેન્દ્રીય પ્રધાનો પણ રાજ્યસભામાંથી નિવૃત્ત થયા છે. તેમાં શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, આઇટી પ્રધાન રાજીવ ચંદ્ર શેખર ,પશુપાલન અને મત્સ્યપાલન પ્રધાન પરષોતમ રૂપાલા, વિદેશ રાજ્ય પ્રધાન વી.મુરલીધરન, સૂક્ષ્મ, લઘુ,મધ્યમ ઉદ્યોગ પ્રધાન નારાયણ રાણે અને માહિતી અને પ્રસારણ રાજ્યપ્રધાન એલ.મુરુગનનો સમાવેશ થાય છે.


