- ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર રોહિત શર્માનું નિધન થયું
- પૂર્વ ક્રિકેટરની રાજસ્થાનના જયપુરમાં સારવાર ચાલી રહી હતી
- જયપુરમાં પોતાની ક્રિકેટ એકેડમી પણ ચલાવતો હતો રોહિત
ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટરનું નિધન થયું છે. જેના કારણે ક્રિકેટ જગતમાં શોકની લહેર છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. પૂર્વ ક્રિકેટરની રાજસ્થાનના જયપુરમાં સારવાર ચાલી રહી હતી. ગયા શનિવારે આ ખેલાડીએ દુનિયાને અલવિદા કહી દીધું. આનાથી તેના ચાહકોને મોટો આંચકો લાગ્યો છે.
પોતાની ક્રિકેટ એકેડમી ચલાવતા હતા રોહિત શર્મા
રોહિત શર્માં રાજસ્થાનના જયપુરમાં પોતાની ક્રિકેટ એકેડમી પણ ચલાવતા હતા. આ એકેડમીનું નામ આરએસ એકેડમી છે. તેઓ એક ઓલરાઉન્ડર ખેલાડી હતા જેમની પાસે બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ શ્રેષ્ઠ ક્ષમતા હતી. પરંતુ તે બીમારી સામે લડી શક્યા નહીં અને આ દુનિયા છોડી ગયા.
કોણ છે ભૂતપૂર્વ ક્રિકેટર?
તમને જણાવી દઈએ કે પૂર્વ ભારતીય રણજી ક્રિકેટર રોહિત શર્માએ વર્ષ 2004માં સર્વિસીસ વિરુદ્ધ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે રાજસ્થાન માટે 7 રણજી મેચ રમી છે. આ સિવાય પૂર્વ ક્રિકેટરે 28 વન-ડે રણજી મેચ અને 4 ટી-20 મેચ પણ રમી છે. જમણા હાથના ભૂતપૂર્વ રણજી ક્રિકેટર રોહિત શર્માએ 2004 થી 2009 સુધી ક્રિકેટ રમ્યું હતું. આ પછી પણ તેમણે ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લીધી ન હતી, બલ્કે તે A શ્રેણીની ક્રિકેટ રમતા હતા.
કેપ્ટન હતા રોહિત શર્મા
તમને જણાવી દઈએ કે પૂર્વ ક્રિકેટર રોહિત શર્મા ઓલરાઉન્ડર હોવાની સાથે કેપ્ટન પણ હતા. રણજી ટ્રોફી, ફર્સ્ટ ક્લાસ ઉપરાંત તેમણે અન્ય ક્રિકેટ ફોર્મેટમાં પણ કેપ્ટનશિપ કરી છે. આ ખેલાડી વિશે કહેવાય છે કે તેઓ એક વિસ્ફોટક બેટ્સમેન હતા. આ ખેલાડીએ દુનિયા છોડી દીધી ત્યારથી હજારો લોકો તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.


