- જિલ્લા પ્રમુખને રાજીનામું મોકલી આપ્યું
- આગામી દિવસોમાં પણ વધુ રાજીનામા પડશે
- ઉપપ્રમુખ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ એસોબી વિભાગમાં મહામંત્રી પદે રહી ચૂક્યા છે
ગાંધીનગર કોંગ્રેસના નેતા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂકેલા ઉવારસદના મહોતજી ઠાકોરે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તેઓએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને પોતાનું રાજીનામુ ધરીને કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદ સહિતના તમામ હોદ્દા પરથી રાજીનામું આપતા હોવાની જાણ કરી હતી. ઉવારસદ ખાતે રહેતાં મહોતજી ઠાકોર ગાંધીનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ એસોબી વિભાગમાં મહામંત્રી પદે રહી ચૂક્યા છે. આ અંગે મહોતજી ઠાકોરે કહ્યું હતું કે, સી. જે. ચાવડા ભાજપમાં જોડાયા તેઓની સાથે હું પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું. હું જ નહીં આગામી સમયે ઘણા સરપંચ અને તાલુકા સભ્યો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. અગાઉ સવા વર્ષ સુધી તાલુકા પંચાયતમાં પ્રમુખનું પદ આપવાનો વાયદો કરવા છતાં પદ આપવામાં આવ્યું ન હતું. આ રીતે મારી સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા સતત અન્યાય થતો રહ્યો છે. જેને પગલે મેં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.


