- ફોટો શેર કરીને લખ્યું: ગૃહમંત્રીની રાહ જોઈ રહ્યા છીએ
- ભૂપેશ બઘેલે ટ્વિટ કરીને ખાલી સોફાનો ફોટો શેર કર્યો
- પંડારિયામાં ગૃહમંત્રી અમિત શાહે ફેંક્યો હતો બઘેલને પડકાર
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પડકાર સ્વીકારી લીધો છે. તેમણે ગૃહમંત્રીને કહ્યું કે મેં તમારો પડકાર સ્વીકાર્યો છે. આ સાથે સીએમ ભૂપેશ બઘેલે ખાલી સોફાનો ફોટો પણ ટ્વીટ કર્યો છે. જેમાં બે પેપર લગાવેલા છે. એક પર અમિત શાહનું નામ અને બીજી પર તેમનું નામ લખેલું છે.
વાસ્તવમાં ભૂપેશ બઘેલે ટ્વીટ કર્યું છે કે, ગૃહમંત્રી અમિત શાહ! જે પંડારિયા વિધાનસભામાં તમે મને કામ કરવાને લઈને ચર્ચા કરવા માટે ચેલેન્જ આપી હટી, તે જ પંડારિયા વિધાનસભામાં જઈને તમારો પડકાર સ્વીકાર્યો છે. તમે તો હજુ સુધી સ્ટેજ, તારીખ અને સમય જણાવ્યા નથી. પરંતુ જનતાએ સ્ટેજ તૈયાર કરી દીધું છે. હવે તમે જ મને તારીખ અને સમય જણાવી દો.
અમિત શાહે ચર્ચા માટે ફેંક્યો હતો પડકાર
જણાવી દઈએ કે, તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહે છત્તીસગઢમાં રેલી કરી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ ઉપરાંત શાહે સીએમ ભૂપેશ બઘેલને વિકાસ કામો અંગે ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો. ભૂપેશ બઘેલે અમિત શાહના આ પડકારને લઈને પલટવાર કર્યો છે અને તેમને ચર્ચા કરવા માટે મંચ પર બોલાવ્યા છે.
‘હિંમત હોય તો ચર્ચા કરવા આવો’: શાહ
છત્તીસગઢમાં ભાજપનું રિપોર્ટ કાર્ડ જાહેર કરતી વખતે અમિત શાહે કહ્યું હતું કે અમે અમારું રિપોર્ટ કાર્ડ કહી દીધું છે, તમે અમારી પાસેથી કયું રિપોર્ટ કાર્ડ માગશો? અમે તમને પડકાર આપીએ છીએ, જો તમારામાં હિંમત હોય તો કોઈપણ જાહેર સ્થળે ચર્ચા કરો.