- કૌભાંડ માટે 500થી વધુ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાઇ હતી
- રાજ્યવ્યાપી કૌભાંડમાં સૌરાષ્ટ્રનાં મોટાં માથાઓની સંડોવણી સામે આવી
- બે હજાર કરોડ કરતાં વધુના બોગસ બિલ જનરેટ કરાયા હોવાનું સામે આવ્યુ
ભાવનગરથી ઓપરેટ થતાં બોગસ બિલિંગ અને બોગસ કંપનીઓના રજીસ્ટ્રેશન પ્રકરણમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે ચાર કૌભાંડીઓને ઝડપી લીધા છે. 500થી વધુ બોગસ પેઢીઓના રજીસ્ટ્રેશન કરાયા હોવાનું અને બે હજાર કરોડ કરતાં વધુના બોગસ બિલ જનરેટ કરાયા હોવાનું સામે આવ્યુ છે. .
જીએસટીના અધિકારીઓ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે અને એટીએસની ટીમે જીએસટી ચોરી અને બોગસ બિલીંગ કૌભાંડ શોધવા સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં પોલીસે તૌફ્કિ રંગરેજ, અલ્ફઝ કાઝી, તૌસિફ્ પઢીયાર અને દશરથ નાગરને ઝડપી પાડયા છે. નાઇક ટ્રેડર્સ નામની પેઢી માટે રજુ કરાયેલા ડોક્યુમેન્ટસ બોગસ હોવાનું સામે આવ્યું હતું. જે ભાડા કરાર કરાયો હતો. તે પંકજ ઉફ્ર્ તૌફ્કિના કહેવાથી કરાયાનું સામે આવ્યું હતું. તેણે ભાવિક બારૈયાના આધાર પુરાવાથી હિમેશ મેટન્સ નામની બોગસ કંપની રજિસ્ટર કરાવી હતી અને તે કંપની રૂ. 1.20 લાખમાં અલ્ફજ સાઇક કાઝીને વેચી હતી. કાઝીએ આ કંપની 1.50 લાખમાં ફૈઝલ પઢીયારને વેચી હતી. જેમાં દશરથની સંડોવણી પણ સામે આવી છે.
તૌસિફ્ પઢિયારે 250થી વધુ બોગસ પેઢી બનાવી
તૌસિફ્ રંગરેજની પૂછપરછ કરતા સામે આવ્યુ કે તેને વર્ષ 2018થી જુદા-જુદા વ્યક્તિઓના આધાર પુરાવાઓ લઇને બોગસ જીએસટી રજીસ્ટ્રેશન કરી પેઢીઓ બનાવી ખરીદ-વેચાણનું કામ કરતો હતો. જેમાં 45 થી વધુ બોગસ પેઢીઓ ઉભી કરી હતી. ત્યારે અલ્ફઝે 65 જેટલી બોગસ પેઢી બનાવી હતી. તૌસિફ્ પઢીયારે 250થી વધુ બોગસ પેઢીઓ બનાવી છે. તમામે ભેગા મળીને અત્યાર સુધી 500થી વધુ બોગસ પેઢીઓ બનાવી હોવાનું સામે આવ્યું છે.


