- દિવાળીના તહેવાર પૂર્વે જ અકસ્માતથી ગમગીની છવાઈ
- પરિવાર ખરીદી કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત
- રિક્ષામાં સવાર 8 પેસેન્જરો ગંભીર ઇજાઓ પહોંચી હતી
બનાસકાંઠાના દાંતા તાલુકાના કાંટીવાસ ગામના ધનજીભાઈ ગમાર પોતાની રિક્ષામાં પરિવાર અને અન્ય પેસેન્જરોને બેસાડીને ખરીદી કરવા સતલાસણાના બજારમાં ગયા હતા. સતલાસણાથી દિવાળીને તહેવાર માટે કરિયાણુ, કપડાં સહિતનો સામાન ખરીદ કરી રિક્ષામાં પરત ફરત હતા. ત્યાં સરતામાં ગોઠડા ગામના વર્ષગંગા નદીના પુલ પર સામેથી આવતા એક બેફમ ટેન્કર ચાલકે રિક્ષાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં સવાર 8 પેસેન્જરો ગંભીર ઇજાઓ પહોંચી હતી.
સતલાસણા નજીક સર્જાયેલ રીક્ષા અને દુધના ટેન્કર વચ્ચેના અકસ્માતમાં ટેન્કરની ટકકરે રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ટેન્કર ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકી ભાગી છૂટયો હતો. જ્યારે રીક્ષા ચાલક ધનજીભાઈ ગમાર ઉ.વ.22 વાળાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એમ્બ્યુલન્સની મદદથી અન્ય ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડતા હાજર તબીબે સીતાબેન બળવંતજી ઠાકોર ઉ.વ.40 અને મનુભાઈ દિલીપભાઈ ગમારને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતમાં ઘવાયેલ 5 ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડનગર અને બાદમાં અમદાવાદ સિવિલ રીફર કરાયા હતા. જ્યાં રાઈસાભાઈ અનાભાઈ ગમાર ઉ.વ.50નું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે 7 માસની ગર્ભવતી મહિલા મનીષાબેન બળવંતજી ઠાકોર ઉ.વ.22, લક્ષ્મણભાઈ ધર્માભાઈ તરાલ ઉ.વ.25 રહે. કુકડી, દાંતા, પ્રવીણભાઈ દિલીપભાઈ ગમાર ઉ.વ.12 અને સુમાબેન રાઈસાભાઈ ગમાર ઉ.વ.40 ચારેય ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.


