- ઓફિસમાંથી સ્ટાફ દવાખાને ખબર કાઢવા ગયો અને તસ્કરો કળા કરી ગયા
- બ્રાંચ મેનેજરે બી ડિવિઝન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી
- શખ્સે ઓફીસમાંથી 4 ટેબલેટની ચોરી કરી હોવાની ફરિયાદ
સુરેન્દ્રનગરના ઉદ્યોનગરમાં વિસ્તારમાં માઈક્રો ફાયનાન્સ કંપનીની ઓફીસ આવેલી છે. ઓફીસના કર્મીઓ અન્ય એક સ્ટાફના પિતાજીની ખબર પુછવા દવાખાને ગયા હતા. ત્યારે કોઈ શખ્સે ઓફીસમાંથી 4 ટેબલેટની ચોરી કરી હોવાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે.
સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પરના ઉદ્યોગનગર વિસ્તારમાં માઈક્રો ફાયનાન્સ કંપનીની ઓફીસ આવેલી છે. આ ઓફીસની ઉપરના માળે જ સ્ટાફના માણસો પણ રહે છે. ગત તા. 17મી નવેમ્બરે સ્ટાફના મહાવીરસીંહ દાનુભાના પિતાજીની તબીયત સારી ન હોય શહેરની મહર્ષી હોસ્પિટલે સ્ટાફ ખબર અંતર પુછવા ગયો હતો. જયારે તા. 18મીએ સાંજે બેંકમાં કેન્દ્ર મેનેજર તરીકે કામ કરતા વિજયભાઈ ભરતભાઈ સાકળીયાને ઓફીસમાં 4 ટેબલેટ ન હોવાનું મેનેજર ઋતુરાજભાઈને જણાવ્યુ હતુ. આથી તેઓએ આ અંગેની જાણ કંપનીની આઈટી ઓફીસ, વડોદરા ખાતે કરી હતી. ત્યારે આજદિન સુધી શોધખોળ કરવા છતાં ટેબલેટ ન મળી આવતા અંતે કંપનીના બ્રાંચ મેનેજર અને મુળ દાહોદ જિલ્લાના મોટાકાળીયા ગામના ઋતુરાજભાઈ કાંતીભાઈ નીસરતાએ અજાણ્યા શખ્સો સામે બી ડીવીઝન પોલીસ મથકે રૂપિયા 44,900ના 4 ટેબલેટની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ બીટ જમાદાર એસ. એલ. પારધી ચલાવી રહ્યા છે.


