- નજર બાગ નજીકથી શરીરનો અડધો ભાગ મળ્યો
- પોટલામાંથી બાળકના શરીરના ટૂકડા મળ્યા
- મોરબી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી
મોરબીમાંથી બાળકના મૃતદેહના ટૂકડા મળ્યા છે. જેમાં નજર બાગ નજીકથી શરીરનો અડધો ભાગ મળ્યો છે. પોટલામાંથી બાળકના શરીરના ટૂકડા મળતા ચકચાર મચી છે. ત્યારે મોરબી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
વિક્ષેપ હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો
મોરબીના નજર બાગ નજીક વિક્ષેપ હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં શરીરનો અડધો ભાગ મળી આવ્યો છે. મોરબી સીટીનો બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. બાળકના આંતરડા સહિતનો ભાગ એક પોટલામાંથી મળી આવ્યો છે. મૃતદેહ કોનો છે કોણ મૂકી ગયું? હત્યા છે કે અક્સ્માત તે અંગે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
બેંગલુરુમાં એક સ્ટાર્ટઅપ કંપનીના સ્થાપક અને સીઈઓ સૂચના સેઠે પુત્રને મોતને ઘાટ ઉતાર્યો
બાળક ચાર વર્ષનો હતો અને તેના જન્મના એક વર્ષ બાદ તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા. એક વર્ષની ઉંમરે, તેને ખબર પણ ન હતી કે તેના માતાપિતા હવે તેની સાથે રહેશે નહીં. કોર્ટમાં કેસ ચાલતો રહ્યો. ત્યાં સુધી તે તેની માતા સાથે રહ્યો. કોર્ટે આદેશ આપ્યો છે કે બાળકના પિતા અઠવાડિયામાં એક વખત તેમના પુત્રને મળી શકે છે. કદાચ આજ દિવસથી પિતા-પુત્રના આ સંબંધોથી માતાને પરેશાની થવા લાગી હતી. માતાને પુત્ર માટે જે પ્રેમ અને લાગણી હતી તે મૃત્યુ પામી. અને તે એટલી હદે ગઇ કે માતાએ પોતાના જ પુત્રની હત્યા કરી નાખી.
માતાએ તેના કાળજાના ટુકડાને સરળ મૃત્યુ પણ ન આપ્યું
માતાએ તેના કાળજાના ટુકડાને સરળ મૃત્યુ પણ ન આપ્યું, તેણે તેને ત્રાસ આપીને મારી નાખ્યો. તે તેના પુત્રને એક હોટલમાં લઈ ગઇ અને તેનું ગળું દબાવ્યું. માતાની સામે પુત્રનો ચહેરો અને છાતી ફૂલી રહી હતી, નાકમાંથી લોહી નીકળતું હતું, પણ માતાને દયા ન આવી. 4 વર્ષનો માસૂમ છોકરો તેની માતા સામે ઝઝૂમી રહ્યો હતો. તે તેના કોમળ મનમાં વિચારતો હતો, મા… મારો શું વાંક?
આરોપી માતા સ્ટાર્ટઅપ કંપનીની સીઈઓ છે
આ દર્દનાક ઘટના ગોવાની કેન્ડોલિમ હોટલના રૂમ નંબર 404માં બની હતી, જ્યાં બેંગલુરુમાં એક સ્ટાર્ટઅપ કંપનીના સ્થાપક અને સીઈઓ સૂચના સેઠે તેના ચાર વર્ષના માસૂમ પુત્રની હત્યા કરી હતી. હત્યા બાદ તે પોતાના પુત્રની લાશને ટ્રોલી બેગમાં મૂકીને ગોવા ભાગી જવાની યોજના બનાવી રહી હતી. આ માટે તેણે હોટલ સ્ટાફ પાસેથી ટેક્સી બુક કરાવી હતી, પરંતુ હોટેલ સ્ટાફ, પોલીસ અને ટેક્સી ડ્રાઈવરની બાતમીથી તે પકડાઈ ગઈ હતી.
કર્ણાટકના ચિત્રદુર્ગમાંથી આરોપી માતાની ધરપકડ
ગોવા પોલીસે આરોપી માતા સુચના સેઠની 8 જાન્યુઆરીની રાત્રે કર્ણાટકને અડીને આવેલા ચિત્રદુર્ગમાંથી ધરપકડ કરી હતી. ગયા મંગળવારે, તેને ગોવા લાવવામાં આવ્યો હતો અને માપુસા શહેરની અદાલતે સૂચનાને છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી હતી. પોલીસે ઘટના અંગે સૂચનાના પતિને જાણ કરી હતી. સુચના અને તેના પતિ વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. સુચનાનો પતિ જકાર્તા (ઇન્ડોનેશિયા)માં રહે છે. માહિતી મળતા જ તે ગોવા પહોંચી ગયો હતો.
શ્વાસ રૂંધાવાથી બાળકનું મોત થયું હતું
ગોવા પોલીસે બાળકનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શ્વાસ રૂંધાવાથી મોત થયાનું સામે આવ્યું છે. જો પોલીસ પરવાનગી આપશે તો બાળકના પિતા બુધવારે તેના અંતિમ સંસ્કાર કરશે. પોસ્ટમોર્ટમ કરાવનાર તબીબે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ડૉક્ટર કુમાર નાઈકના જણાવ્યા અનુસાર, બાળકનું ઓશીકું અથવા કોઈ વસ્તુ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. ગૂંગળામણને કારણે ચહેરો અને છાતીમાં સોજો આવી ગયો હતો અને નાકમાંથી લોહી નીકળતું હતું. બાળકનું ગળું દબાવવામાં આવ્યું હોવાના નિશાન મળી આવ્યા હતા. શક્ય છે કે સૂચના શેઠે ઓશીકું વાપર્યું હોય.


