ફ્રાન્સના વિદેશી ક્ષેત્ર ગ્વાડેલૂપના સેન્ટ-એન્ન શહેરમાં ક્રિસમસ-ડેની તૈયારી કરી રહેલા એક માર્કેટમાં ભીડની વચ્ચે એક બેકાબૂ કાર ઘૂસી ગઈ અને લોકો તેને રોકી ન શકતા તેણે એક બાદ એક 10 લોકોને કચડી નાખ્યા . આ દુર્ઘટના ત્યાંના ક્રિસમસ બજારમાં તૈયારી ચાલી રહી હતી ત્યા બની હતી. શુક્રવાર સાંજે એક કાર ભીડ પર ચઢી ગઈ, જેના કારણે ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા અને 19 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા.
એલન મસ્કે પણ આપી પ્રતિક્રિયા
દુનિયાના સૌથી ધનિક કારોબારી અમેરિકાના એલન મસ્કે પણ આ અકસ્માત પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના X પોસ્ટમાં અન્ય યુઝરોના વીડિયો અને અકસ્માતની વિગતો શેર કરતાં લખ્યું: “ફરીથી”…
પરિવાર સહિત સજાવટમાં જોડાયા હતા સ્થાનિક લોકો
સ્થાનિક મીડિયા અને અધિકારીઓ અનુસાર આ ઘટના સ્કોઉલ્ચર સ્ક્વેરમાં બની હતી, જે શહેરના ટાઉન હોલ અને ચર્ચની સામે આવેલું એક વ્યસ્ત ચાલીને જવા વાળો રસ્તો છે. અહીં પરિવારજનો અને સ્થાનિક લોકો ક્રિસમસ લાઇટ્સ અને સજાવટની અંતિમ તૈયારી કરી રહ્યા હતા. રેડિયો કેરેબ્સ ઇન્ટરનેશનલ ગ્વાડેલૂપ (RCI) અનુસાર, 19 પીડિતોમાંથી 10નું ઘટનાસ્થળે જ મોત થયું. ત્રણ ઘાયલોની સ્થિતિ ગંભીર છે, જ્યારે બાકી લોકોને નજીકના હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. શરૂઆતની માહિતી મુજબ, કેટલાક બાળકોને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળે છે, કારણ કે અનેક પરિવાર સ્ટોલ લગાવવા અને સજાવટ માટે ત્યાં ભેગા થયા હતા.
કારના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી.
ડ્રાઈવરે ઘટનાસ્થળે જ આત્મસમર્પણ કર્યું અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કેટલાક સાક્ષીઓએ સંકેત આપ્યો છે કે ડ્રાઈવરને કોઈ મેડિકલ ઇમરજન્સી થઈ હશે, પરંતુ પોલીસ હજી સુધી કારણની પુષ્ટિ કરી શકી નથી. ઘટના શુક્રવાર સાંજે લગભગ 7:30 વાગ્યે બની હતી.
આ પણ વાંચોઃ ગ્રીસમાં ફરી એક વખત બોટ પલટી, 18 લોકોના મોત, 2ને બચાવી લેવાયા


