By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    6 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    6 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    6 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    6 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: વૃધ્ધો, દિવ્યાંગ, થેલેસેમીયાગ્રસ્ત, ડાયાબીટીસના બાળદર્દીઓને મફત બસ મુસાફરીનો પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

વૃધ્ધો, દિવ્યાંગ, થેલેસેમીયાગ્રસ્ત, ડાયાબીટીસના બાળદર્દીઓને મફત બસ મુસાફરીનો પ્રારંભ

agragujaratnews
Last updated: 2024/07/15 at 7:38 PM
1 year ago
Share
વૃધ્ધો, દિવ્યાંગ, થેલેસેમીયાગ્રસ્ત, ડાયાબીટીસના બાળદર્દીઓને મફત બસ મુસાફરીનો પ્રારંભ
SHARE

પાસ કઢાવવાની પ્રક્રિયા શરૂ, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે બજેટ રિવ્યુ કરી યોજનાનો તાત્કાલિક અમલ શરૂ કરાવ્યો

રાજકોટમાં રહેતા વરિષ્ઠ નાગરિકો(સિનિયર સિટીઝન), દિવ્યાંગો થેલેસેમીયાગ્રસ્ત તથા જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્ત નાગરીકોને સીટી બસ સર્વિસ તથા બી.આર.ટી.એસ. બસ સર્વિસ અંતર્ગત ફ્રી મુસાફરી યોજનાની તાત્કાલિક અમલવારી  સ્ટેન્ડીંગ ચેરમેનન જયમીન ઠાકરે કરાવી છે. દિવ્યાંગોમાં અલગ અલગ ૨૧ કેટેગરીનો સમાવેશ કરવામા આવ્યો છે.

Contents
પાસ કઢાવવાની પ્રક્રિયા શરૂ, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે બજેટ રિવ્યુ કરી યોજનાનો તાત્કાલિક અમલ શરૂ કરાવ્યોઆટલી જગ્યાએથી પાસ નીકળી શકશે, આટલા ડોક્યુમેન્ટ જરૂરીદિવ્યાંગોમાં આટલી કેટેગરીઆ યોજનાનો લાભ મેળવવા માટેના સામાન્ય નિયમો નીચે મુજબના રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સ્‍ટેન્‍ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ બજેટના અનુસંધાને સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા ગત સપ્તાહે તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટમાં જાહેર થયેલ યોજનાઓની સમયબધ્ધ અમલીકરણના સ્‍ટેટસ રીવ્‍યુ અંગે મીટીંગ કરવામાં આવેલી, જેના ભાગરૂપે સીટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવા અંગે સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરી બસ સર્વિસ તથા બી.આર.ટી.એસ. બસ સર્વિસનુ સંચાલન કરીને રાજકોટ શહેરના લાખો નાગરિકોને જાહેર પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે.

સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે રજૂ કરેલા ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં વરિષ્ઠ નાગરિકો(સિનિયર સિટીઝન), દિવ્યાંગો થેલેસેમીયાગ્રસ્ત તથા જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્ત નાગરીકોને સીટી બસ સર્વિસ તથા બી.આર.ટી.એસ. બસ સર્વિસ અંતર્ગત ફ્રી મુસાફરી યોજના અંગેની જાહેરાત કરવામાં આવેલ. જેનુ ત્વરિત અમલીકરણ કરાવવા સંબંધિત અધિકારીઓને રિવ્યુ મિટીંગ દરમ્યાન સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર દ્વારા જરૂરી સુચનાઓ આપવામા આવેલ. જેના અનુસંધાને રાજકોટ રાજપથ લિ. દ્વારા બી.આર.ટી.એસ. બસ સર્વિસ તથા શહેરી બસ સર્વિસમાં વરિષ્ઠ નાગરિકો(સિનિયર સિટીઝન), દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત તથા જુવેનાઇલ  ડાયાબીટીક મુસાફરોને શહેરી બસ સર્વિસ અંતગર્ત મફત મુસાફરી કરવા જરૂરી નિયમાનુસારની પ્રક્રિયા પુર્ણ કરવામા આવેલ છે, જે અન્વયે વિનામુલ્યે મુસાફરી કરવાના પાસ માટેની અરજી પ્રક્રિયા કરવાની રહેશે.

આટલી જગ્યાએથી પાસ નીકળી શકશે, આટલા ડોક્યુમેન્ટ જરૂરી

ફ્રી મુસાફરી પાસ માટેના અરજીપત્રક આજરોજ સોમવારથી જ રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્‍ટર તેમજ વોર્ડ ઓફિસેથી મળી શકશે. જરૂરી આધાર પુરાવા સાથે સંપૂર્ણ વિગતો ભરેલું કેટેગરીવાઇઝ ફોર્મ, સવારે ૧૦.૩૦ થી બપોરે ૩.૩૦ (૨ થી ૨.૩૦ રિસેષ) સુધીમાં: (૧)સિટી સિવિક સેન્ટર, સેન્ટ્રલ ઝોન; (૨)સિટી સિવિક સેન્ટર, ઇસ્ટ ઝોન; (૩)સિટી સિવિક સેન્ટર, વેસ્ટ ઝોન; (૪)સિટી સિવિક સેન્ટર, અમીનમાર્ગ; (૫)સિટી સિવિક સેન્ટર, કૃષ્ણનગર; (૬)સિટી સિવિક સેન્ટર, દેવપરા શાક માર્કેટ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ; ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસે સ્વીકારવામાં આવશે. થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબીટીક, તેમજ દિવ્યાંગોની ૨૧ કેટેગરીમાં સમાવિષ્ટ મુસાફરોએ બસમાં ફ્રી મુસાફરીના પાસ મેળવવા માટે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ(એક ફોટો ફોર્મમાં ચોંટાડવો અને એક ફોટો સાથે જોડવો), ફોટો આઈ.ડી. પ્રૂફની નકલ (પાન કાર્ડ/ઈલેકશન કાર્ડ/આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાઈસન્સ), એડ્રેસ પ્રૂફની નકલ (રેશન કાર્ડ/ગેસ કનેક્શન બીલ/ ઇલેકટ્રીસીટી બીલ) તેમજ દિવ્યાંગો માટે સિવિલ સર્જનનો દાખલો સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે રજુ કરવાના રહેશે. ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા વરિષ્‍ઠ નાગરિકોએ ફ્રી મુસાફરીના પાસ મેળવવા માટે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ(એક ફોર્મમાં ચોંટાડવો અને એક સાથે જોડવો), ફોટો આઈ.ડી. પ્રૂફની નકલ(પાનકાર્ડ/ઈલેકશન કાર્ડ/આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાઈસન્સ) એડ્રેસ પ્રૂફની નકલ(રેશન કાર્ડ/ ગેસ કનેક્શન બીલ/ઇલેકટ્રીક બીલ) સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે રજુ કરવાના રહેશે.

દિવ્યાંગોમાં આટલી કેટેગરી

રાજકોટ રાજપથ લિ. દ્વારા નિયત કરવામાં આવેલ દિવ્યાંગ વ્યક્તિઓની કેટેગરીમાં અંધત્વ (Blindness), આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય(Muscular Dystrophy), સાંભળવાની ક્ષતિ (Hearing Impairment), ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ(Chronic Neurological Condition), સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ(Hemophilia), ઓછી દ્રષ્ટી(Low Vision), ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરતા(Parkinson’s Disease), બૌધ્ધિક અસમર્થતા(Intellectual Disability), હિમોગ્લોબિનની ઘટેલી માત્રા(Thelassemia), રકતપિત સાજા થયેલા(Leprosy Cured person), દીર્ધકાલીન અનેમિયા(Sickle Cell Disease), એસીડના હુમલાનો ભોગ બનેલા(Acid Attack Victim), હલન ચલન સાથેની અશકતતા(Locomotor Disability), સેરેબલપાલ્સી(Cerebral palsy), વામનતા (Dwarfism), માનસિક બિમાર(Mental illness), બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ(Multiple Sclerosis), ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા(Specific Learning Disabilities), વાણી અને ભાષાની અશકતતા(Speech and Language Disability), ચેતાતંત્ર- ન્યુરોની વિકાસ લક્ષી સ્થિતિમાં ક્ષતિ(Autism Spectrum Disorder), બહેરા અંધત્વ સહીત અનેક અપંગતા(Multiple Disabilities Including Deaf Blindness) જેવી જુદી જુદી ૨૧ કેટેગરીઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

આ યોજનાનો લાભ મેળવવા માટેના સામાન્ય નિયમો નીચે મુજબના રહેશે.

૧.  પાસ કચેરીનાં કામનાં દિવસોમાં ઇસ્યુ કરવામાં આવશે.

૨.  પાસ ધરાવનારે મુસાફરી દરમ્યાન ઓરીજીનલ પાસ સાથે રાખવાનો રહેશે. પાસની ઝેરોક્ષ કે ડુપ્લીકેટ પાસ માન્ય રહેશે નહીં. અન્યથા નિયમાનુસારનો દંડ વસુલ કરવામાં આવશે.

૩.  કોઈપણ સંજોગોમાં પાસ ધરાવનાર વ્યક્તિ પોતાનો પાસ અન્ય કોઈ વ્યક્તિને મુસાફરી માટે આપી શકશે નહીં, કે તબદીલ કરી શકશે નહીં. કોઇ વ્યક્તિના પાસનો ઉપયોગ અન્‍ય કોઇપણ વ્યક્તિ કરી શકશે નહીં, આમ જણાયેથી સ્થળ પર જ પાસ જપ્ત કરી નિયમાનુસારનો દંડ વસુલવામાં આવશે.

૪.  પાસ ખોવાઈ જાય,ખરાબ થાય, ધોવાય જાય કે ફાટી જાય, તેવા કિસ્સામાં અરજદારે નવેસરથી અરજી પ્રક્રિયા કર્યા બાદ જ અરજદારને નવો પાસ કાઢી આપવામાં આવશે.

૫. મુસાફરી દરમ્યાન સંસ્થાના ફરજ પરનાં અધિકારીશ્રી કે ચેકીંગ સ્ટાફ દ્વારા પાસ ચકાસણી માટે માંગવામાં આવે ત્યારે પાસ બતાવવાનો રહેશે. મુસાફરી સમયે જો દિવ્યાંગ પાસ નહિ હોય તો મુસાફરીનુ પૂરે પૂરું ભાડું દંડ સાથે વસુલવામાં આવશે.

૬.  રાજકોટ શહેરમાં વસતા દિવ્યાંગો/સીનીયર સીટીઝનો ને જ ફ્રી બસપાસની સગવડ આપવામાં આવશે.

૭. દિવ્યાંગ પાસ મેળવવા માટે માન્ય સરકારી હોસ્પિટલના સિવિલ સર્જનનો અંધજનને ૧૦૦% તથા અપંગ અને બહેરા-મૂંગા દિવ્યાંગોને મીનીમમ ૪૦%નુ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

૮.  મુસાફરી દરમ્યાન અન્ય મુસાફરોને અડચણરૂપ થાય તેવું લગેજ લઈને બસમાં જઈ શકાશે નહીં. લગેજ સાથે હશે તો નિયમ મુજબ લગેજની ટીકીટ લેવાની રહેશે.

૯.  અનિવાર્ય કે આકસ્મિક સંજોગોને લીધે બસ કેન્સલ થશે અથવા સમયમાં ફેરફાર થયે તે પરત્‍વે રૂટમાં ફેરબદલ કરવાનો અધિકાર રાજકોટ રાજપથ લિ.નો રહેશે.

૧૦.રાજકોટ રાજપથ લિ. દ્વારા પાસના નિયમમાં વખતોવખત કરવામાં આવતા ફેરફાર પાસ ધારકને બંધનકર્તા રહેશે.

૧૧. અરજીપત્રક રજુ કર્યાના ૩૦ દિવસ બાદ અરજદારે તેમનો પાસ ત્રિકોણ બાગ કંટ્રોલ રૂમ ખાતેથી ઓરિજનલ પહોંચ રજુ કરી (સમય સવારે ૧૦ થી સાંજે ૬ દરમ્યાન) મેળવી લેવાનો રહેશે.

 

You Might Also Like

USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત

World News : 'ભારત પર વધારે ટેરિફ લગાવીશ' રશિયા પાસેથી ક્રુડઓઈલ ખરીદવા પર ભડ્કયા ડોનાલ્ડ ટ્રમ્પ

NCBએ મોટા ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, 20 કરોડ રૂપિયાની નશીલી દવાઓ કરી જપ્ત

India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
ધર્મ

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
નાગપંચમી : પૌરાણિક મહત્ત્વ અને પૂજાવિધિ
રક્ષાબંધન : રેશમની દોરીમાં સ્નેહના તાંતણા
Health Tips : બોડી ડિટોક્સ ડ્રિંકસ ફૂદીનાનું પાણી, જાણો તેના ફાયદા અને કેવી રીતે કરવું સેવન
રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?